કુવાડવા ગામે ગાળો બોલવા મામલે દંપતીને પાડોશીએ ધોકાથી માર માર્યો
કુવાડવા ગામે ગાળો બોલવા મામલે બોલા ચાલી અને ઝઘડો કર્યા બાદ પાડોશી શખ્સે આધેડ દંપતીને ધોકા વડે માર મારી ઇજા કરી હતી. આ મામલે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
કુવાડવા ગામે હરિઓમ ચોકમાં રહેતા મુકેશભાઇ જયંતીભાઈ સોઢા(ઉ.વ.46)એ પાડોશી દશરથ નાથાભાઈ લઢેરનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મુકેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.03/05 ના રોજ સાંજના મારો દિકરો સાગરભાઇ પાણીનો કેરબો ભરવા માટે બહાર ગયેલ હતો બાદમાં પાણીનો કેરબો ઘરે મુકીને મારો દિકરો સાગરભાઇ મારી દવા લેવા માટે દવાખાને ગયેલ હતો એટલી વારમાં અમારા ધરની બાજુમાં રહેતો દશરથભાઈ નાથાભાઇ લઢેર અમારા ઘરે આવેલ હતો અ ને મને કહેલ કે તમારો દિકરો સાગર મને ગાળો આપે છે જેથી મે કહેલ કે મારો દિકરો સાગર ધરે આવે ત્યારે તું આવજે જે થી આ દશરથભાઇ મારી સાથે બોલાચાલી ઝધડો કરવા લાગેલ હતા.
જેથી મે તેને તેના ધરે જતા રહેવાનુ કહેલ હતુ જેથી દશરથ ધરની બહાર જતો રહેલ હતો અને હુ પણ તેની પાછળ પાછળ ધરની બહાર ગયેલ હતો એટલી વારમાં આ દશરથ ધોકો લઈને આવેલ અને મને ડાબા હાથમાં તથા માથાના ભાગે ધોકા વડે માર મારેલ હતો અને મારી પત્ની રેખાબેન વચ્ચે પડતા મારી પત્નીને ગાલ પર થપ્પડ મારેલ હતી તથા જમણા હાથમાં ધોકો મારેલ હતો અને બાદમાં આ દશરથ ત્યા થી જતો રહેલ હતો બાદમાં મે મારા દિકરા સાગરને ફોન કરીને બધી હકીકત જણાવેલ હતી અને હુ તથા મારી પત્ની પાડોશીની રિક્ષામાં સરકારી દવાખાને ગયા હતા.આ મામલે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.