ગોકુલ પાર્કમાં બાળકોના ઝઘડામાં ફઇ અને કાકી ઉપર દંપતીનો હુમલો
શહેરમા માંડાડુંગર વિસ્તારમા આવેલા ગોકુલ પાર્કમા બાળકોનાં ઝઘડામા ભત્રીજા અને ભત્રીજા વહુએ ફઇ અને કાકી ઉપર હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલી નણંદ - ભોજાઇને સારવાર માટે ખસેડવામા આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ માંડાડુંગર વિસ્તારમા આવેલ ગોકુલ પાર્કમા રહેતી કમલાબેન કાલીદાસભાઇ દુધરેજીયા (ઉ.વ. 3પ) અને તેનાં નણંદ શિલ્પાબેન દશરથભાઇ કાપડી (ઉ.વ. 3પ) રાત્રીનાં સાડા આઠેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘર પાસે હતા ત્યારે ભત્રીજા શની અને તેની પત્ની હીરલબેને બાળકો મુદે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. નણંદ ભોજાઇને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવી હતી.
બીજા બનાવમા રૂખડીયાપરામા રહેતા સાદાન રાજુભાઇ ડોસાણી (ઉ.વ. ર1) બપોરનાં દોઢેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘર પાસે હતો ત્યારે તેના મિત્ર અફઝલ, ડોનીયો અને સુજલે નશામા મશ્કરી કરી માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલે દાખલ કરવામા આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.