ભાવનગરના ભૂતેશ્વરમાં દંપતી ઉપર પાડોશી પરિવારનો હુમલો
ભાવનગર નજીક આવેલ ભૂતેશ્વર ગામમાં દંપતી ઉપર તેના કુટુંબીઓએ લાકડી, ધારીયુ સહિતના હથિયાર વડે હુમલો કરતા દંપતી સહિત ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી, આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર નજીક આવેલ ભૂતેશ્વર ગામમાં રહેતા કાળુભાઈ હીરાભાઈ કંટારીયાના પત્ની કવિતાબેનને મળવા માટે કોઈ છોકરો આવતો હોવાની તેના પાડોશમાં રહેતા કુટુંબીઓ વાત કરતા હોય અને કવિતાબેનની પાછળ રહીને ધ્યાન રાખતા હોય કવિતાબેને તેમને પાછળ નહીં ફરવા કહ્યું હતું તે બાબતની દાઝ રાખી ગઈકાલે તેમના સંબંધી ભરતભાઈ હરજીભાઈ કંટારીયા, હરેશભાઈ હરજીભાઈ કંટારીયા, માહિર ભરતભાઈ કંટારીયા અને ભારતીબેન ભરતભાઈ કંટારીયા એ ઘર પાસે આવી, ગાળો બોલી, લાકડી તેમજ ધારિયા વડે હુમલો કરી કવિતાબેન, તેમના પતિ કાળુભાઈ હીરાભાઈ કંટારીયા અને નણંદ હંસાબેનને ઇજા પહોંચતા તમામને ઘોઘા દવાખાને લઈ જવાયા હતા. આ બનાવ અંગે કવિતાબેન કાળુભાઈ કંટારીયા એ તેમની પાડોશમાં રહેતા કુટુંબીઓ વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.