રેલનગરમાં મહિલાના ઘરે રૂા. 3.12 લાખની ચોરી કરનાર પરિચિત દંપતીની ધરપકડ
સીસીટીવી ફૂટેજના આધારે પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલ્યો બેકાર યુવાને આર્થિક ભીંસ દૂર કરવા પત્ની સાથે મળી હાથફેરો કર્યો હતો
શહેરના રેલનગરમાં આવેલા સંતષી નગરમાં રહેતા મહિલાના ઘરમાંથી રૂા. 3.12 લાખની ચોરીથઈ હતી. જે મામલે પ્રનગર પોલીસે તપાસ કરી ચોરીમાં સંડોવાયેલ મહિલાના પરિચિત અને નજીકમાં જ રહેતા દંપતિની ધરપકડ કરી હતી. બેકાર યુવાન આર્થિકભીંસ દૂર કરવા માટે પોતાની પત્ની સાથે મળીમહિલાના ઘરમાં હાથફેરો કર્યો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. મળતીવિગતો મુજબ શહેરના રેલનગરનાસંતોષી નગરમાં રહેતા હર્ષાબેન શૈલેષભાઈ કરેશાના ઘરમાં રૂા. 3.12 લાખની ચોરી થઈ હતી. જેમાં 10.75 તોલા સોનું અને રોકડ સહિતની મત્તા ચોરાઈ હોય આ મામલે પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
હર્ષાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના ઘરે તાળુ મારી લગ્નમાં જમવા ગયા હતા અને બે કલાક માટે બંધ રહેલા મકાનામાં ચોરી થઈ હતી. બપોરે 12:30 કલાકે જમવા ગયા બાદ બે વાગ્યે પરત આવ્યા બાદ ઘર ખોલી કબાટમાં જોતા તિજોરીના હેન્ડલ અને દરવાજાખુલ્લા હોય તપાસકરતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું.
આ મામલે પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પીઆઈ વી.વી. વસાવા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આચોરીમાં સંડોવાયેલા એક મહિલા અને પુરુષ નજરે પડ્યા હતાં. તપાસ કરતા સંતોષીનગર પાસે લાલબહાદૂરટાઉનશીપમાં રહેતા મિલન ધિરેન્દ્ર જોટાંગિયા અને તેનીપત્ની શિતલ મિલન જોટાંગિયાની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી પુછપરછ કરતા બન્નેએ ચોરી કબુલી હતી. બેકાર બનેલા મિલને આર્થિક ભીંસ દૂર કરવા માટે તેના જ પરિચિત અને હર્ષાબેનના ઘરે અવર જવર કરતા હોય જેથી મોકો જોઈ દાગીના અને રોકડ ચોરી લીધી હતી.