બેડેશ્ર્વર ગરીબનગરમાં દેશી દારૂના દરોડા, બૂટલેગરો ફરાર
જામનગર એલસીબીએ દારૂૂબંધીના કાયદાનો ભંગ કરનારા બે શખ્સો સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બેડેશ્વર ગરીબનગર પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ જથ્થાની કિંમત રૂૂ. 92,500 આંકવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા દારૂૂબંધી અંગે કડક કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે જામનગર એલસીબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર (ઈંઙજ)ની સૂચનાના આધારે જામનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગાર ધારા હેઠળના ગુનાઓને ડામવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ જ ઝુંબેશના ભાગરૂૂપે એલસીબીની ટીમે બેડેશ્વર ગરીબનગરમાં દરોડો પાડીને સાજીદભાઇ ઇબ્રાહીમભાઇ સુરાણી અને નિજામ ઉર્ફ બળો રસીદભાઇ ચંગડા નામના બે શખ્સોના ઘરમાંથી દારૂૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ બંને આરોપીઓ ફરાર છે અને તેમને પકડવા માટે પોલીસે તપાસ શરૂૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, જપ્ત કરેલ દારૂૂમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂૂની બોટલો અને બીયર ટીનનો સમાવેશ થાય છે. આ દારૂૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોની પાસેથી ખરીદવામાં આવ્યો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી અને એ.કે. પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂૂ કરી છે. પોલીસ આ દારૂૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોની પાસેથી ખરીદવામાં આવ્યો હતો તે અંગે પણ તપાસ કરી રહી છે.