જામજોધપુરના વેરાવળની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઇ
પોલીસે રૂા.38 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
ખાનગી રાહે મળેલ બાતમી હકીકતનાં આધારે જામજોધપુર તાલુકાના વેરાવળ ગામ ખાતે રહેતો યુનુશ આમદભાઇ રાવકરડા પોતાની કોટીયાવાડી સીમ વિસ્તારમાં આવેલ વાડીએ છેલામાં બાવળની ઝાડીઓમા દેશી પીવાનો દારૂૂ બનાવવાની પ્રવૃતી કરે છે.
જે હકીકત આધારે બે દુધીયા કલરના પ્લાસ્ટ્રીકના બેરલમા દેશી દારૂૂ બનાવવાનો કાચો આથો ભરેલ હોય જે એક બેરલમા આથો લી. 200 જેટલો હોય બે પ્લાસ્ટ્રીકના બેરલમાનો કુલ કાચો આથો લીટર 400 તેમજ એક પ્લાસ્ટ્રીકનો 500 લીટરની ક્ષમતાવાળો ટાકો જેમા દેશી દારૂૂ બનાવવાનો કાર્યો આથો લીટર 500 મળી કુલ આથો લીટર 900 જેની કીંમત રૂા.22,500 તેમજ પાંચ-પાંચ લીટરના દેશી દારૂૂ ભરેલ કોથળીઓ નંગ 16 કુલ દેશી દારૂ લીટર 80 જેની કિ.રૂા. 17,000 તથા એક પતરાનુ બાફણીયુ બેરલ જેની કી.રૂા.200 સાથે મળી કુલ મુદામાલ રૂપીયા. 38,700ના મુદામાલ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
