ચલાલામાં કપાસના વેપારી તોલમાપમાં ગેરરીતિ કરતા પકડાયા: પોલીસે સમાધાન કરાવી ભીનુ સંકેલ્યું
ચલાલા સાટોડી પરા વિસ્તારમાં કપાસ જોખવામાં તોલકાટામાં વેપારી ની કપાસ જોખવામાં ગેરરીતિ પકડાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
સંબંધીત માણસો દ્વારા જાણવા મળેલ વિગત મુજબ વાસાવડ પાસે આવેલ ડોડીયાળા ગામના કપાસના વેપારી દલાલ મારફત ચલાલા સાટોડી પરામાં ખરીદેલો કપાસ જોખવા માટે આવેલા હતા.. ત્યારેઆ વિસ્તારમાં કપાસ જોખવાનું તોલ ચાલુ હતો એ દરમિયાન કપાસ લેવત વેપારીના માણસો દ્વારા કપાસ જોખવાના તોલ માપમાં ગેરરીતિ કરી ખેડૂતોને છેતરપિંડી કરતા હોવાનું બહાર આવેલ હતું. 40 કિલોની કપાસની ગાસડી માં 20 કિલોની ગેરરીતી માલુમ પડી હતી.. છેલ્લા ચાર દિવસમાં આ વેપારીએ દલાલ મારફત ખેડૂતો પાસેથી છ થી સાત ટ્રક ગાડી કપાસની ખરીદેલ હતી.
ખેડૂતોના કહેવા મુજબ એક કપાસની ગાડીમાં સામાન્ય રીતના 500 માણ કપાસ જોખાતો હોય છે. ત્યારે આ કપાસ જોખવા વાળા લોકોએ અમારી સાથે છેતરપિંડી કરી તોલ માપમાં ગેર રીતે કરી એક ટ્રકમાં 400 મણ કપાસ ભરતા હતા જેથી ખેડૂતને એક ટ્રક ગાડીમાં 100 મણ કપાસ વધુ જાતો હતો જેથી અંદાજે એક ગાડી કપાસમાં રૂૂપિયા દોઢથી બે લાખ રૂૂપિયા ની ખેડૂતો સાથે છેતરપિંડી થતું હોવાનું જાણવા મળેલ જેથી તમામ છેતરાયેલા ખેડૂતો પોલીસ સ્ટેશને ટ્રક ગાડીના ડ્રાઈવરને લઈને પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.. અને બીજા તોલ માફ કરવાવાળા માણસો ફરાર થઈ ગયા હતા.
પોલીસ સ્ટેશને ખેડૂતોએ આધાર પુરાવા સાથે રજૂઆત કરતા પોલીસને પણ ખ્યાલ આવ્યો હતો કે કપાસ જોખવાવાળાએ ખેડૂતો સાથે છેતરપિંડી કરેલ છે. વાત વાયુ વાગ્યે પ્રસરતા ચલાલા પોલીસ સ્ટેશનમાં ખેડૂતો કપાસના દલાલો અને રાજકીય આગેવાનો કપાસના વેપારીઓઅને પત્રકારો ભેગા થઈ ગયા હતા.
જે વેપારીનો કપાસ જોખાતો હતો તેઓને જાણ થતાં તેઓ પણ મારતે ઘોડે ચલાલા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ચલાલા પોલીસ રાજકીય દબાણને વશ થઈ ખેડૂતો સાથે થયેલી છેતરપિંડીનો ગંભીર ગુનો નોંધવા ને બદલે ખેડૂતોને તોલ માપમાં જે કપાસ વધારે ગયો હતો. તેની ગણતરી કરી અને અંદાજે 15 લાખ રૂૂપિયા વેપારી પાસેથી ખેડૂતોને અપાવી દઈ અને સમાધાન કરાવી નાખી આખો મામલો ભીનો સંકેલી દીધો હતો.
ચલાલા પંથકના લોકોમા એવી ચર્ચાઓ થઇ રહી છે કે જો ચલાલા પોલીસે ખેડૂતો સાથે ગેરરીતિ કરી છેતરપીંડી કરનારાઓ સામે ગંભીર ગુન્હો નોંઘી નમુનેદાર કડક કાર્યવાહી કરી હોત તો ચલાલા પંથકના ખેડૂતો સાથે આવીરીતે તોલમાપમાં છેતરપિંડી કરવાની હિંમત કપાસના વેપારી કે દલાલો કયારેય ના કરત.
