For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં મોબાઈલ ટાવરમાંથી 30 હજારના કોપર વાયરની ચોરી

12:14 PM Nov 24, 2025 IST | Bhumika
મોરબીમાં મોબાઈલ ટાવરમાંથી 30 હજારના કોપર વાયરની ચોરી

લક્ષ્મીનગર ગામ પાસે આવેલ હોટેલ નજીક લગાવેલા મોબાઈલ ટાવરમાંથી અલગ અલગ માપ સાઈઝના કોપર કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી પોલીસે 30,000 ની ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

Advertisement

મોરબીના વાવડી રોડ ગાયત્રીનગરના રહેવાસી રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ઇન્ડેઝ ટાવર્સ પ્રા લીમાં આર એસ સિક્યુરીટી અમદાવાદમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે ગત તા. 22 ના રાત્રીના એકાદ વાગ્યા કંટ્રોલ રૂૂમથી ફોન આવ્યો કે માળિયા કચ્છ હાઈવે પર આવેલ ઇન્ડુઝ ટાવર આઈડી 1265241 સાઈટ ડાઉન હોય જેથી માળિયા ટાવરે ગયો હતો જ્યાં કેબલ કપાયેલા હતા અને વેરવિખેર પડ્યા હતા ટેકનીશીયનને બોલાવી રીપેર કરાવતા હતા ત્યારે રાત્રીના બે વાગ્યાના અરસામાં ટેકનીશીયન ડાર્વિનભાઈ પાટડીયાએ વાત કરી હતી કે લક્ષ્મીનગર વાળા ટાવરની પણ સાઈટ ડાઉન આવે છે જેથી ત્યાં જવાનું કહેતા લક્ષ્મીનગર પાસે રામદેવ હોટેલ નજીક આવેલ ટાવર આઈડી 1290851 પર ત્રણેક વાગ્યે પહોંચ્યા હતા જ્યાં કેબલ કપાયેલ જોવા મળ્યા હતાં.

કંપનીના ટેકનીશીયનને જાણ કરતા બીજા ટેકનીશીયન રાજુભાઈ કંટારીયા આવ્યા હતા અને 25 એમએમનો ચાર કોર વાળો કોપર કેબલ 4 મીટર, 25 એમએમનો કોપર કેબલ એક કોરનો 18 મીટર, 6 એમએમ બે કોરવાળો કેબલ 5 મીટર, 16 એમએમ અર્થિંગનો કોપર કેબલ 3 મીટર, 70 એમએમ એક કોર કોપર કેબલ 18 મીટર, 16 એમએમ બે કોરનો જીયો 5 જી પાવર કોપર કેબલ આશરે 20 મીટર જેટલો કાપીને લઇ ગયાનું જણાઈ આવ્યું હતું જે કોપર કેબલની આશરે કીમત રૂૂ 30,000 કાપી અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement