For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મીઠાપુરમાં ખાનગી કંપનીના સ્ટોર રૂમમાંથી કોપરની ચોરી

12:03 PM Nov 19, 2025 IST | Bhumika
મીઠાપુરમાં ખાનગી કંપનીના સ્ટોર રૂમમાંથી કોપરની ચોરી

રૂ. દોઢ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને દબોચી લેવાયા

Advertisement

ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના સ્ટોરરૂૂમમાંથી થોડા દિવસો પૂર્વે કોપરની પ્લેટ, પાઇપ, સળિયા, ભંગાર સહિતનો મુદ્દામાલ ચોરી થવા પામ્યો હતો. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે તાકીદની કાર્યવાહી કરી, બે સ્થાનિક શખ્સોને ઝડપી લીધા હતા.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ મીઠાપુરથી આશરે 4 કિલોમીટર દૂર આરંભડા વિસ્તારમાં આવેલી એલ એન્ડ ટી કંપનીના બેચિંગ પ્લાન્ટના સ્ટોર રૂૂમમાંથી ગત તા. 26 ઓક્ટોબરના રાત્રીથી તા. 27 ઓક્ટોબરના સવાર સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અનઅધિકૃત રીતે પ્રવેશ કરી અને અહીં રાખવામાં આવેલી 13 નંગ કોપરની પ્લેટ, માઈલ્ડ સ્ટીલનું એક લોક, લોખંડના છ પાઇપ, લોખંડના સળિયાનો આશરે 350 કિલો જેટલો ભંગાર વિગેરે મળી કુલ રૂૂપિયા એક લાખ ચાલીસ હજારના મુદ્દામાલની ચોરી થયાનું ખુલવા પામ્યું હતું.

Advertisement

આ સંદર્ભે એલ એન્ડ ટી કંપનીના એકાઉન્ટ વિભાગના મેનેજર એવા મૂળ આંધ્રપ્રદેશ રાજ્યના વતની ઇન્દ્રપીચુ રામારેડ્ડીની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણને અનુલક્ષીને દ્વારકા સર્કલના ડીવાયએસપી સાગર રાઠોડની સૂચના મુજબ મીઠાપુરના પી.આઈ. ડી.એન. વાંઝાના સીધા માર્ગદર્શન હેઠળ મીઠાપુર પોલીસની કાર્યવાહીમાં સર્વેલન્સ સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સિસની મદદથી હેડ કોન્સ્ટેબલ મહિરાજદાન ગઢવી, જયપાલસિંહ આર. જાડેજા અને રાજદીપસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે શામળાસર ગામના ધીરાભા મિયાભા માણેક (ઉ.વ. 34) અને આરંભડા ગામના મુકેશ ભના દેવીપુજક (ઉ.વ. 35) નામના બે શખ્સોને ઝડપી લઇ, ચોરીના સામાન અને મોબાઈલ સહિત કુલ રૂૂપિયા 1,48,480 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement