રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લગ્નમાં લાડુના બદલે કાજુ કતરી બનાવતા રસોયાને લાફો મારી મોતને ઘાટ ઉતાર્યો!

01:08 PM Dec 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બનાસકાંઠાના ધાનેરામાં એક રસોઈયાનું રહસ્યમયરીતે મોત થયું છે. લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુ કતરી બનાવી નાખી હતી. જેના કારણે મીઠાઈનો ઓર્ડર આપનાર ભાવેશ મહેશ્વરી ગુસ્સે ભરાયા હતા અને રસોઈયાને લાફો મારી મોતને ઘાટ ઉતારી દીધાની ચોંકાવનારી ઘટના બની છે.

મળતી વિગતો મુજબ, ભાવેશ મહેશ્વરી નામના વ્યક્તિએ તેમના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી આ રસોઈયાને મીઠાઈ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો હતો. જેમાં લાડુની મીઠાઈ બનાવવાનું નક્કી થયું હતું અને રસોઈયાએ તેને બદલે કાજુ કતરી બનાવી દીધી. ઓર્ડર આપનાર શખ્સને જાણ થતાં તેઓ અત્યંત આક્રોશે ભરાયા હતા અને રસોઈયાને ભારે ઠપકો આપી લાફો માર્યો અને ધક્કો મારી ઝપાઝપી થઈ. જ્યાં રસોઈયો બેભાન થઈ જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.

મૃતકના પોસ્ટમોટર્મ બાદ મોડી રાત્રે પરિવારને તેનો મૃતદેહ સોપાયો હતો. જોકે મૃત્યુનું કારણ પોસ્ટમોટર્મનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.
રસોઈયાના પરિવારે ફરિયાદ નોંધાવી છે અને આક્ષેપ લગાવ્યા છે કે ભાવેશ મહેશ્વરી સાથે થયેલી ઝપાઝપીમાં રસોઈયાનું અવસાન થયું છે જેથી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા્ં આવે. ધાનેરા પોલીસે ગુનો નોંધી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
BanaskanthaBanaskantha newsgujaratgujarat newsmurder
Advertisement
Next Article
Advertisement