ગુજરાત-રાજસ્થાનની અણસોલ ચેકપોસ્ટથી 1 કરોડની રોકડ સાથે કોન્ટ્રાકટરની ધરપકડ
ગુજરાત અને રાજસ્થાન બોર્ડરની અણસોલ ચેકપોસ્ટથી એક વેન્યૂ કાર જીજે 02 ડીએ 5301 ના બોનેટના ભાગમાંથી રૂૂ.1.05 કરોડની રોકડ સાથે રાજસ્થાનના શખ્સ પકડાયો છે. કપડાંની થેલીમાં રૂૂ. 500ના દરની કુલ 21,000 નોટો સંતાડી હતી. આ મામલે પોલીસે ડુંગરપુરના એક આરોપીની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઝડપાયેલા આરોપીએ રોકડ અંગે કોઈ બીલ કે બીજો આધાર પુરાવો રજુ નહીં કરી શકતા છળકપટ કે ચોરીથી મેળવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. આ નાણા હવાલાના હોવાની આશંકા સેવાઈ રહી છે..
અણસોલ ચેકપોસ્ટ પર શંકાસ્પદ કારને પોલીસે તપાસ કરી હતી અને બોનેટના ભાગમાં બે પ્લાસ્ટિકના ડબામાં રખાયેલા રૂૂ.500ના દરની 500ની નોટના 42 બંડલ મળ્યા હતા. રૂૂ.1.05 કરોડની રોકડ સાથે કાર ચાલક રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના કુંદરપુર તાલુકાના કુવલીયા ગામના વિનોદ રામલાલજી પટેલ (ઉ.વ.28)ને પોલીસે ઝડપી પાડયો છે. જોકે, આ ક્ધસ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા શખ્સ રોકડ ક્યાંથી લાવ્યો તે રહસ્ય ઘેરાયું છે. મહેસાણા પાર્સિંગની ગાડીને પોલીસે જપ્ત કરી છે. 2024માં શામળાજી બોર્ડરથી એક કરોડની રોકડ ઝડપાઈ હતી અને છેલ્લા ત્રણ વર્ષમાં છ વખત રોકડ, સોના-ચાંદીના દાગીના સહિતનો કરોડો રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.