For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીંબડી હાઇવે પરથી 75 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયું

01:15 PM Sep 19, 2025 IST | Bhumika
લીંબડી હાઇવે પરથી 75 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયું

દારૂની 13872 બોટલ અને 9336 બિયરના ટીન જપ્ત: ક્ધટેનરમાં કપડાની આડમાં દારૂ છૂપાવ્યો હતો

Advertisement

દારૂનો જથ્થો જોધપુરથી લીંબડી આવવાનો હતો, ચાલકની ધરપકડ

લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીયાના પાટિયા પાસે નવા ટોલ નાકા પાસે કપડાંની ગાંસડીની આડમાં ક્ધટેનરમાં લઈ જવાતો 75 લાખના બિયર- દારૃની 13,872 બોટલોનો જથ્થા સાથે શખ્સને સુરેન્દ્રનગર એલસીબીની ટીમે ઝડપી પાડયો હતો. પોલીસે રૃા. 89.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સો વિરૃદ્ધ ગુનો દાખલ કર્યો છે.
સુરેન્દ્રનગર એલસીબી ટીમ લીંબડી- પાણશીણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.

Advertisement

દરમિયાન કટારિયાના પાટિયા પાસે નવા ટોલ નાકા પાસે ક્ધટેનર શંકાસ્પદ જણાતા ઉભું રાખી ચાલક ટીકુરામ લાધુરામ જાટ (રહે. નવાતલા બાડમેર, રાજસ્થાન)ની અટકાયત કરી હતી. ક્ધટેનરમાં તપાસ કરતા કપડાંની ગાંસડીની આડમાં દારૃની બોટલો નંગ - 4536 જે.ની.કી.રૃ 54,28,800 તથા બીયરના ટીન નંગ - 9336 જેની કી.રૃ. 20,53,920 તથા ક્ધટેનર 15,00,000, મોબાઈલ ફોન, વેસ્ટ કપડાંની ગાંસડી નંગ - 50 જેની કી.રૃ. 5,000 તથા રોકડ રકમ રૃપિયા 4500 મળીને કુલ રૃપિયા 89,97,220નો મુદામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા શખ્સની વધુ પૂછપરછમાં મિત્ર રમેશ (રહે. સીંધારી, બાડમેર, રાજસ્થાન)એ ટ્રક પંજાબ ભટિંડા એક્સપ્રેસ વૈષ્ણવદેવી હોટેલથી આપ્યું હતું. મારા ડોક્યૂમેન્ટથી ફાસ્ટટ્રેક કઢાવ્યું હતું. દારૃ ભરેલું ક્ધટેનર જોધપુરથી પાલી, આબુ રોડથી ગુજરાતમાં મહેસાણા, કડી, સાણંદ, બાવળા થઈ લીંબડી લાવવાનું હતું. પોલીસે ક્ધટેનર ચાલક ટીકુરામ જાટ, મિત્ર રમેશ, ક્ધટેનર માલિક, દારૃનો જથ્થો મંગાવનારા અજાણ્યા શખ્સ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવતા પાણશીણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

લીંબડીથી પાણશીણા વચ્ચે ત્રણ દિવસમાં હાઈવે પરથી બે વખત દારૃનો મોટો જથ્થો ઝડપાયો છે. બે દિવસ પહેલા ગાંધીનગર એસએમસી ટીમે જાખણના પાટિયા પાસેથી રૃા. 84.69 લાખનો દારૃનો જથ્થો ઝડપ્યો હતો. ત્યારે આજે સુરેન્દ્રનગર એલસીબી ટીમે દારૃ સાથે 89.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરતા લીંબડી અને પાણશીણા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement