For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રીબડામાં કાલે અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલન, ટેક્નિકલ વિષયો પર સરકારનું ધ્યાન દોરાશે

11:21 AM Sep 04, 2025 IST | Bhumika
રીબડામાં કાલે અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલન  ટેક્નિકલ વિષયો પર સરકારનું ધ્યાન દોરાશે

2018માં કરાયેલ સજા માફીનો સરકાર દ્વારા પણ વિરોધ કરાયો નથી: આયોજકનો દાવો

Advertisement

રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજાને હાઇકોર્ટ દ્વારા આજીવન કેદ બરકરાર કરાયા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ હુકમને બહાલી અપાઇ હોય અનિરુદ્ધસિંહ માટે આજીવન કેદ નિશ્ચિત બની છે. ત્યારે શુક્રવાર તા.5 બપોરનાં બે કલાકે રીબડા ખાતે અનિરુદ્ધસિંહનાં સમર્થકો દ્વારા સંમેલનનું આયોજન કરાયુ છે.

આ અંગે આયોજક પૈકી અમદાવાદ નાં સામાજિક કાર્યકર અતુલભાઈ દવે એ માહીતી આપતા જણાવ્યુ કે અનિરુદ્ધસિંહનાં આજીવન કેદનાં હુકમમાં કેટલાક ટેકનીકલી વિષયો અધુરા રહ્યા છે. તે વિષયોની સંમેલનમાં છણાવટ કરી સરકારનાં ધ્યાને મુકાશે.

Advertisement

તેમણે કહ્યુ કે અનિરુદ્ધસિંહે 18 વર્ષ જેલસજા ભોગવી છે.ત્યારે જેલ સજા માફી અંગે વર્ષ 2014 માં જેલ પ્રશાસન દ્વારા પ્રક્રીયા હાથ ધરાઇ હતી.સરકાર માં એબી કમીટી દ્વારા ભલામણ પણ મોકલી અપાઇ હતી અને સરકાર દ્વારા હુકમ પેંડીંગ રખાયો હતો.વર્ષ 2917 માં સરકાર દ્વારા પરિપત્ર બહાર પડાયેલો જેમાં રાજ્યપાલ દ્વારા બંધારણની કલમ 161 મુજબ તેઓ કોઈ કેદીની સજા માફી કે ઓછી કરી શકે.પરંતુ જુનાગઢ જેલ તંત્ર દ્વારા એ સમયે એબી કમીટી સમક્ષ નામ કોઇ કારણોસર રજુ કરાયુ ના હતુ ખરેખર તો વર્ષ 2014 માં આ પ્રોરીજર પુર્ણ કરી દેવાઇ હતી.વધુમાં 2018 માં અનિરુદ્ધસિંહની સજા માફીનો સરકાર દ્વારા વિરોધ કરાયો નથી.

આમ અનિરુદ્ધસિંહની સજા માફી અયોગ્ય કે ખોટી છે.તે સાબીત થતુ નથી.એટલે હાલ સજામાફીનાં વિવાદમાં ક્યાંકને ક્યાંક ટેકનીકલી બાબતો જે મહત્વની છે.તે બાબતે સંમેલનનુ આયોજન કરાયાનું તેમણે જણાવ્યું હતુ.
રીબડામાં શુક્રવારનાં યોજાનારા સંમેલન અંગે સોશિયલ મિડિયામાં અલગ-અલગ પોસ્ટ ફરતી થઈ છે.જે પૈકી કેટલાકમાં જ્ઞાતી સંમેલન અંગે પણ લખાયુ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ફરારી અનિરુદ્ધસિંહને તા.18 સુધીમાં સરેન્ડર કરવા આદેશ કરાયો છે.ત્યારે રીબડામાં ટેકનીકલ મુદાને આગળ ધરી યોજાનાર સંમેલને ગોંડલ પંથકમાં ફરીવાર ગરમાવો લાવી દીધો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement