કેશોદ તાલુકા પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યું
કેશોદ તાલુકાનાં એક ગામમાં રહેતી મહિલાને પોતાના અભ્યાસ કરતાં પુત્રની સ્કોલરશીપ મેળવવા દાખલાની જરૂૂરિયાત હોય જરૂૂરી આધાર પુરાવાઓ સાથે માણેકવાડા ગ્રામ પંચાયત કચેરીએ જતાં હાજર કોમ્પ્યુટર ઓપરેટર વિક્રમભાઈ હમીરભાઈ વીરડાએ આધાર પુરાવાઓ લઈને બીજા દિવસે કેશોદ ખાતે તલાટી મંત્રી મળશે જેથી તાલુકા મથકે આવી દાખલો લઈ જવા જણાવ્યું હતું. કેશોદ બસ સ્ટેન્ડ પર આવી મહિલાએ વીસી વિક્રમભાઈ હમીરભાઈ વીરડાને ફોન કરતાં બસ સ્ટેન્ડ સામે ગલીમાં આવેલ ખુશ્બુ હોટલમાં રૂૂમ નંબર 109 માં બોલાવેલ ત્યારે ભોગ બનનાર મહિલા પોતાની 14 વર્ષની પુત્રીને લઈ હોટલના રૂૂમમાં પ્રવેશતાં દરવાજો બંધ કરી મહિલાને છરી બતાવી ધાકધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ આચરતાં મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશન પર પહોંચી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર પી. એ. જાદવ સમક્ષ હકીકત જણાવતાં ભોગ બનનાર મહિલાનું નિવેદન નોંધી માણેકવાડા ગ્રામ પંચાયતના કોમપ્યુટર ઓપરેટર વિક્રમભાઈ હમીરભાઈ વીરડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2) (એમ) , 351(3) એટ્રોસીટી એકટ 3(1) (ડબલ્યુ) , 3(1) (આર) (એસ) , જીપીએ કલમ 135 હેઠળ દુષ્કર્મ, એટ્રોસીટી્ ધાકધમકી સહિતનો ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી. સી ઠકકરના માર્ગદર્શન હેઠળ આરોપી વિક્રમભાઈ હમીરભાઈ વીરડાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.