For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રભાસપાટણમાં બક્ષીપંચ સમાજની રજૂઆતો અધિકારીઓ ટલ્લે ચડાવતા હોવાની ફરિયાદ

01:03 PM Jul 30, 2025 IST | Bhumika
પ્રભાસપાટણમાં બક્ષીપંચ સમાજની રજૂઆતો અધિકારીઓ ટલ્લે ચડાવતા હોવાની ફરિયાદ

મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થતા કોળી સમાજના બક્ષીપંચ લોકોના પ્રશ્નોનો સીટી સર્વેયર કચેરીમાં ઉલાળીયો થઈ રહ્યો છે. કયારેય સરકારના દફતરમાં કોઈ જ કાગળ ન હોય તેવા પ્રયત્નો બંધ બારણે મોકલવામાં આવે છે ગીર સોમનાથ કલેક્ટર દ્વારા ફ્રી ઓપન કરવામાં આવે તો ચોકાવનારી વિગતો બહાર આવે સ્વાગત કાર્યક્રમ પાયલોટ પ્રોજેક્ટ માં વિલમ સર્જતા નાગરિકોની ફરિયાદ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નહીં થતાં તત્રની કામગીરી સામે સવાલો ઉઠયા છે.

Advertisement

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જિલ્લા સ્વાગત ને વધુ સુદ્રઢ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈ જેમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદોનો નિકાલ કરી દેવાયો હોય તેમ છતાં બારોબાર ગેરમાર્ગો દોરીને રિપોર્ટ કરી કોળી સમાજના નબળા વર્ગના પ્રશ્નોને ટલે ચડાવતા હોવાથી વિગતો પ્રકાશમાં આવી છે પ્રભાસ પાટણ ના શિક્ષકો કૃષ્ણકાંત ભાઈ શંકર વ્યાસ ,લક્ષ્મણભાઈ વરજાગભાઈ બામણીયા ,રમેશભાઈ ભાઈ શંકર પ્રછક નિવૃત શિક્ષક ત્રણેય શિક્ષકો એ સરકારી કર્મચારી હોવાના નાતે રહેણાંકના હેતુ માટે જમીનની માંગણી કરવામાં આવી હતી જેમાં કૃષ્ણકાંતભાઈ શંકરભાઈ વ્યાસને રામવાડી ના ખૂણા એ જમીન એલોટમેન્ટ કરવામાં આવી હતી.

ત્યારે લક્ષ્મણભાઈ વરજાંગભાઈ બામણીયા કોળી શિક્ષક ની જમીન માંગણીમાં ગીર સોમનાથના કલેક્ટર ભાવિન પંડ્યા ના પત્ર 851/2000 થી ગીર સોમનાથ મામલતદાર ગીર સોમનાથ ચીફ ઓફિસર તથા પ્રભાસ પાટણના તલાટી સીટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ સીટી સર્વેયર કચેરીમાં લાલિયા વાડી ચલાવતા સરકારી બાબુઓ દ્વારા કોળી સમાજના નબળા વર્ગના શિક્ષક એવા લખમણભાઇ બામણીયા ની જમીન માંગણીને તલ્લે ચડાવવા માટે નક્કી ખોટી વાંધા જીઓ ઊભી કરી છેલ્લે ચડાવેલ છે મુખ્યમંત્રી કાર્યાલય સીએમઓમાં આદેશ હતા હજુ સુધી આ લાલિયા વાડી ચલાવતા ભ્રષ્ટાચારી સીટી સર્વેયર સામે કોઈ જ નકર કાર્યવાહી કરવામાં નહીં આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે ગીર સોમનાથ કલેકટર દ્વારા રી ઓપન કરવામાં આવે તો ચોકાવનારી વિગતો બહાર આવે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement