વિરપુરના વિદ્યાર્થીને બસનો રૂટ ફેરવી ગોંડલ લઇ જવાતા ફરિયાદ નોંધાઇ
વીરપુરમાં રહેતા અને જેતપુર અભ્યાસ કરતા એક વિદ્યાર્થી જેતપુર થી વિરપુર જવા માટે સોમનાથ થી લઈને કવાટ જતી એક્સપ્રેસ એસટી બસમાં સવાર થયો હતો જેમાં બસમાં સવાર આ મુસાફરને મુસાફરી દરમિયાન જેતપુર થી વિરપુર જવા માટે બેસાડેલ અને વિદ્યાર્થીએ વિદ્યાર્થી પાસ બતાવ્યો હોવા છતાં જેતપુર થી વિરપુર જવા માટેની ટિકિટ આપી દેવામાં આવી જે બાદ આ બસ વીરપુર પહેલા કાગવડ થી લઈને થોરાળા થઈને ગ્રામ્ય માર્ગ થી ડાયરેક્ટ ગોંડલ બસ સ્ટેન્ડમાં આવી હતી જેમાં આ બાબતે વિદ્યાર્થીએ કંડકટરને ફરિયાદ કરતા કંડક્ટરે વિદ્યાર્થીની સામે લાજવા ને બદલે ગાજવાનું શરૂૂ કરી ધાકધમકીઓ આપી હોવાની વિદ્યાર્થીએ રાવ કરી છે.
વિદ્યાર્થી સાથે બનેલા આ બનાવ બાદ વિદ્યાર્થી ચાલુ વરસાદમાં પોતાના ઘરે વિરપુર જવા માટે રજડી પડ્યો હતો જેમાં અંદાજિત ચાર કલાક જેટલા સમય સુધી હેરાન પરેશાન થયા બાદ વિદ્યાર્થીને ઘરે પહોંચવા માટેની કટકે બટકે મદદ તો મળી પરંતુ વિદ્યાર્થી સમયસર ઘરે ન પહોંચતા તેમના પરિવારમાં પણ ચિંતા નો માહોલ વધ્યો હતો અને આ મામલે વિદ્યાર્થી દ્વારા ગોંડલ એસટી ડેપો મેનેજર ને બસ નંબર ૠઉં-18 ણઝ 099 એક રૂૂટની સોમનાથ થી કવાટ જતી બસના ડ્રાઇવર તેમજ કંડકટર સામે કાર્યવાહી કરવાની ફરિયાદ કરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ડ્રાઇવર કંડકટર સામે એસટી વિભાગ લાજે છે કે પછી કંડકટરની જેમ ગાજે છે તેને લઈને પણ ચર્ચાઓ શરૂૂ થઈ છે ત્યારે આ પ્રકારનું કૃત્ય કરનાર કર્મચારીઓ સામે પગલાં નહીં લેવામાં આવે તો ડેપોનો ઘેરાવ કરવામાં આવશે અથવા તો બસ રોકી વિદ્યાર્થીઓ કાર્યવાહી કરાવવા રસ્તા પર ઉતરવાની શું તૈયારી કરશે તેની પણ આગામી દિવસોમાં ચર્ચાઓ કરી નિર્ણય કરવામાં આવશે તેવું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
