ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બાળકોના અશ્ર્લીલ વીડિયો પોસ્ટ કરવા બદલ જૂનાગઢના બે શખ્સો સામે ફરિયાદ

04:57 PM Nov 19, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

બાળકોના અશ્ર્લીલ વીડિયો પોસ્ટ કરનાર બે શખ્સો સામે જેતપુર પોલીસમાં ગુન નોંધાયો છે. જૂનાગઢના શખ્સ સહિત બન્ને શખ્સો સામે આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેતપુર સીટી પોલીસ મથકના એએસઆઈ ભાવેશભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદમાં જૂનાગઢના આલ્ફા સ્કૂલ પાસે લક્ષ્મીનગરમાં રહેતા મીત ગીરીશભાઈ સોંદરવા અને અજાણ્યા મોબાઈલ નંબર ધારકનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ બન્ને શખ્સોએ બાળકના અશ્ર્લીલ વીડિયો વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કર્યા હતાં. આ મામલે ચાઈલ પોનોગ્રાફી હેઠળ ગુનો બનતો હોય બન્ને સામે આઈટી એક્ટ અને જાતિય ગુના સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમની કલમ હેઠળ કાર્યવાહી કરી જૂનાગઢના મીત સોંદરવા અને તેના સાથે અન્ય એક મોબાઈલ નંબર ધારક સામે કાર્યવાહી કરી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Advertisement