જામજોધપુરના નંદાણા ગામેથી શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના નંદાણા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિક બુઝુર્ગ એકાએક લાપત્તા બન્યા પછી તેઓનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો છે, જેથી શેઠવડાળા નું પોલીસ તંત્ર દોડતું થયું છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ગોવિંદભાઈ ઉકાભાઇ બોદર કે જેની વાડીમાં ખેત મજૂરી કામ કરી રહેલા માંગરોળ પંથકના વતની જીતુભાઈ છગનભાઈ વસાવા (64 વર્ષ) કે જેઓ ગત 30 તારીખે વાડીમાંથી એકાએક લાપતા બની ગયા હતા, અને વાડી માલિક સહિતના તેઓને શોધી રહ્યા હતા. જે દરમિયાન ગઈકાલે બપોરે વાડીના શેઢે થી તેનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
જે બનાવ અંગે વાડી માલિક ગોવિંદભાઈ બોદરે શેઠ વડાળા પોલીસને જાણ કરતાં શેઠ વડાળા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.પી. જાડેજા બનાવના સ્થળે દોડી આવ્યા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
