ઓખામાં યુવાનને અપમાનિત કરી, લૂંટ ચલાવવા અંગે ત્રણ સામે ફરિયાદ
ઓખાના પોસીત્રા વિસ્તારમાં રહેતા મુરાભાઈ પાલાભાઈ પરમાર નામના 45 વર્ષના અનુસૂચિત જાતિના યુવાને આ જ વિસ્તારમાં રહેતા અનિલભા કરમણભા હાથલ નામના શખ્સ દ્વારા એક મંદિર પાસે કથિત રીતે દારૂૂ વેચવામાં આવતો હોવાથી તેને દારૂૂ વેચવાની ના કહી હતી. આ બાબતથી ઉશ્કેરાયેલા અનિલભા કરમણભા હાથલ ઉપરાંત તેની સાથે અન્ય બે મહિલાઓ રાણીબેન કરમણભા હાથલ અને ગીતાબેન કરમણભા હાથલ દ્વારા લાકડી વડે હુમલો કરી, તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.
આટલું જ નહીં, આરોપી દ્વારા ફરિયાદી મુરાભાઈના ખિસ્સામાં રહેલા રૂૂ. 3,500 ની લૂંટ ચલાવી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે બંને મહિલાઓ સહિત ત્રણે આરોપીઓ સામે બી.એન.એસ. અને એટ્રોસિટી તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સામા પક્ષે ગીતાબેન કરમણભા હાથલ (ઉ.વ. 35) દ્વારા મુરાભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે તેઓ બજારમાં જતા હતા, ત્યારે આરોપી ઉભા ઉભા ગાળો બોલતા હોય, જેથી તેમને ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈને હુમલો કરી, મુઢ ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત તેમના પર્સમાં રહેલા રૂૂ. 1,000ની લૂંટ ચલાવી, જો તેણી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ઓખા પોલીસે મુરાભાઈ પરમાર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.આર. ઝરૂૂ દ્વારા હાથ ધરવામાં આવી છે.