રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જમ્પિંગ ટ્રેમ્પોલીનમાં વિજ લાઇન ખેંચનાર શખ્સ સામે ફરિયાદ

04:09 PM Dec 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ શહેરમાં તાજેતરમાં જ એક ટીઆરપી અગ્નિકાંડ બન્યું હતું જેમાં 27 લોકોના જીવ ગયા હતા.આ ઘટના બાદ ગેમઝોનને તાળા મારી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ થોડા મહિનાઓ પહેલા જ રાજકોટ ટીઆરપી જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન એક્ટિવિટિઝ (સેફટી) રૂૂલ્સ-2024 બનાવવામાં આવ્યા છે.ગઈકાલે રાજકોટ શહેરના સોરઠીયા વાડી સર્કલ પાસે પવનપુત્ર ચોક પાસે કોઈ પણ મંજૂરી વગર એક શખ્સે દ્વારા 10 જેટલા હિંચકા અને જમ્પિંગ ટ્રેમ્પોલીન લગાવી દીધા હતા.જેને લઇ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ પારાવાર ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો અને ત્યાં રહેતા સ્થાનિકોએ આ વ્યક્તિ વિરુદ્ધ મહાનગર પાલિકાના દબાણ વિભાગ અને પીજીવીસીએલમાં પણ જાણ કરી છે આમ છતાં આ શખ્સ દ્વારા બાળકોના જીવ જોખમમાં મુકી રહ્યો હતો.આ મામલે ભક્તિનગર પોલીસના સ્ટાફે આ શખ્સ વિરૂૂદ્ધ ગુનો નોંધયો હતો.

આ તકે ત્યાં રહેતા જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો હતો કે,અહીં પવનપુત્ર ચોક પાસે એક વ્યક્તિ દ્વારા બાળકોના સૌપ્રથમ બે હિંચકા મુક્યા હતા અને ત્યારે જ અહિંના સ્થાનિકોએ મહાનગર પાલિકાના દબાણ હટાવ શાખામાં જાણ કરતા તેઓ આ વ્યક્તિને સૂચના આપી જતા રહ્યા હતા.ત્યારબાદ આ વ્યક્તિ એ છેલ્લા ઘણા સમયથી બાળકોનું સૌથી મોટું જમ્પિંગ ટ્રેમ્પોલીન લાવે છે અને તેમાં એર(હવા) ભરવા માટે ત્યાં આવેલા સબસ્ટેશનમાં ડાયરેક્ટ છેડા આપવામાં આવે છે અને જેને લઇ તે બાળકોનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે.આજે સાંજના સમયે આ વ્યક્તિએ બાળકોનું જમ્પિંગ ટ્રેમ્પોલીન ચાલુ કરવા માટે ડાયરેક્ટ છેડા લગાવતા થોડી જ વારમાં બ્લાસ્ટ થયો હતો.

જોકે બાળકો ત્યાંથી દૂર હતા.ધડાકો સાંભળી ત્યાં હાજર લોકો પણ દોડી આવ્યા હતા અને આ વ્યક્તિને સમજાવ્યો હતો પરંતુ ન માનતા અંતે પોલીસ બોલાવતા ભક્તિનગર પોલીસના હેડકોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને દૂધ સાગર રોડ પર લાખાજી રોડ પર રહેતા આ શખ્સ સદ્દામ યુનુસ કુરેશી સામે ટ્રાફિકને અડચણ રૂૂપ તેમજ જાહેરમાં વાહનોને નડતર રૂૂપ અંગે બાળકોના રમવાના સાધનો રાખવા અંગે ગુનો નોંધાયો હતો.આ મામલે પીજીવીસીએલના સિટિસર્કલ ઇજનેર જે.બી.ઉપાધ્યયએ જણાવ્યું હતુ કે, આ ઘટના અંગે જણાવ્યુ હતુ કે ગઇકાલે સોરઠીયા વાડી પાસે વાઇરલ વીડિયો થયા અંગે જાણ થતા પીજીવીસીએલના સ્ટાફે આરોપી સદ્દામ યુનુસ કુરેશી પાસેથી બે કમ્પ્રેશર કબજે કરી વીજ ચોરી કર્યાનું માલુમ પડતા રૂા.1.30લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement