મોરબીમાં યુવતીના ફોટા વાઇરલ કરનાર શખ્સ વિરૂદ્ધ ફરિયાદ
મોરબીના ગ્રામ્ય પંથકમાં રહેતી યુવતીનું ઈન્સટાગ્રામ આઈડી બનાવી ફોટો પર અભદ્ર લખાણ લખી વાયરલ કરી સગાઇ તોડાવવાની કોશિશ કરનાર ઇસમ વાંકાનેરના માટેલ ગામના રહેવાસી ઇસમ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ટંકારાના રહેવાસી યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે છ વર્ષ પહેલા તેની સગાઇ મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતી યુવતી સાથે થઇ હતી ગત તા. 23 ના રોજ ફરિયાદી યુવાન પોતાના કામ અર્થે સસરાના ઘરે આવ્યા હતા.
ત્યારે ઈન્સટાગ્રામ આઈડી પર તેની ભાવિ પત્નીના નામે આઈડી જોયું હતું જેની સ્ટોરીમાં પત્નીના ફોટો એડિટ કરી ચહેરા પર ઈમોજી મૂકી અભદ્ર લખીને પોસ્ટ કરી હતી જેથી આ અંગે પત્નીને પૂછતાં તેનું આઈડી નથી તેની જાણ બહાર કોઈએ ફોટાનો દુરુપ યોગ કરી ફેક આઈડી બનાવી ફોટો વાયરલ કર્યો છે તેવું જણાવ્યું હતું તેમજ ફેક આઈડીથી ફરિયાદીના મંગેતરને પણ ઈન્સટાગ્રામ આઈડી પર મેસેજ કરી હેરાન પરેશાન કરી ખરાબ મેસેજ કરતો હોવનું જણાવ્યું હતું અને ફોટો વાયરલ કરી સગાઇ તોડવાનો પ્રયત્ન કર્યો હતો આમ આરોપી લાલજી રેવાભાઈ ટોટા રહે માટેલ તા. વાંકાનેર વાળાએ ફરિયાદીના ભાવી પત્નીનું ઈન્સટાગ્રામમાં ફેક આઈડી બનાવી પત્નીનો ફોટો વાયરલ કરી બદનામ કરવાનો પ્રયાસ કરી સગાઇ તોડાવવા પ્રયાસ કર્યો હતો મોરબી તાલુકા પોલીએ ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધો છે.