રાજકોટના રિક્ષાચાલકના પાલતું શ્વાનને માર મારનાર પડધરીના શખ્સ સામે ફરિયાદ
રાજકોટના રિક્ષા ચાલકે પડધરી પોલીસ મથકમાં પોતાના પાલતુ શ્વાનને માર મારવાના અંગે પડધરીના શખસ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
રાજકોટના નાનામવા સર્કલ પાસે આવેલ સરકારી આવાસમાં રહેતા મૂળ વિસામણના રિક્ષા ચાલક મનોજભાઈ માવજીભાઈ વણોલે પડધરી પોલીસમાં મોહન કાનાભાઈ ડાંગરનું નામ આપી ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ મનોજભાઈએ રાજકોટ ખાતે એક કુતરુ પાડેલ અને તે કુતરુ એક મહીના પહેલા વિસામણ ગામે રહેતા મોહનભાઈ કાનાભાઈ ડાંગર અહીથી જુના વણકર વાસમા રામદેવપીરના મંદીર પાસે લઈ ગયેલ અને તે રાહુલ નાગજીભાઈ ડાંગર ને ત્યા સાચવવા મુક્યું હોય અને ગત તા 20/11/2024 ના બપોરના ત્રણેક વાગ્યે આ રાહુલનો મનોજભાઈ ઉપર ફોન આવેલ અને જણાવ્યું હતું કે, તમે મને ને જે કુતરુ સાચવવા આપ્યું હતું તેને મોહને બાંધી ધોકા વડે માર મારેલ છે અને તે વિડીયો મારી પાસે છે તેમ કહી તે વિડીયો મનોજભાઈને મોકલેલ જેથી મનોજભાઈએ પોલીસમા આ બાબતે અરજી કરી હતી કુતરાને મોઢામા તથા શરીરે મુઢ ઈજાઓ હોય મોહનભાઈ કાનાભાઈ ડાંગર સામે પડધરી પોલીસ માં ફરિયાદ કરતા પશુ પ્રત્યે ઘાતકી પણાની કલમ હેઠળ ગુનો નોંધી પડધરી પોલીસે કાર્યવાહી કરી હતી.