For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તમારી પત્ની રાતે બીજા સાથે વાત કરે છે, કહી યુવાનને મેસેજ મોકલનાર સામે ફરિયાદ

04:39 PM Apr 11, 2025 IST | Bhumika
તમારી પત્ની રાતે બીજા સાથે વાત કરે છે  કહી યુવાનને મેસેજ મોકલનાર સામે ફરિયાદ

Advertisement

જીલ્લા ગાર્ડન પાસે રહેતા અને મજુરી કામ કરતાં યુવાનની પત્નીના ફોટા જાણ બહાર મેળવીને વોટ્સએપમાં અજાણ્યા મોબાઈલ નંબર ધારકે મોકલી અભદ્ર ટીપ્પણી સાથેના મેસેજ કર્યાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મજુરી કામ કરતા યુવાને પોલીસને જણાવ્યું કે તે ઈન્સ્ટાગ્રામ ચલાવતો હોય તેમા તેણે પોતાના અને પત્નીના ફોટા પોસ્ટ કર્યા હતા. ગઈ તા.7ના અજાણ્યા ફોન ધારકે તેને વોટ્સએપમાં મેસેજ કર્યો હતો. જેમાં પહું તમારો શુભ ચિંતક છું, તમારા પત્ની બીજા સાથે રાત્રે વાત કરતા હોયથ તેવો મેસેજ કર્યો હતો. એટલું જ નહીં તેણે ઈન્સ્ટાગ્રામમાં રાખેલી તેની પત્નીના ફોટા મોકલ્યા હતા. તેમજ અવાર-નવાર આ નંબર ધારક તેને તેની પત્ની બાબતે અને અન્ય કોઈ બહાનાથી મેસેજ કરી પરેશાન કરતો હોવાથી તેણે તેને ફોન કર્યો હતો. પરંતુ તેનો કોલ લાગતો ન હોવાથી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement