ગોંડલના દારૂ પ્રકરણમાં ખોટા સમાચાર ફેલાવવા અંગે રાજકોટના શખ્સ સામે ફરિયાદ
ગોંડલ નાં મહાદેવ વાડી માં રહેતા મુળ લુણીવાવ નાં યુવાન જનકસિંહ જે.જાડેજાએ તાલુકા પીએસઆઇ ને અરજી કરી પોતાની બદનક્ષી થાય તે રીતે સોશિયલ મીડીયા માં બ્રોકિંગ ન્યુઝ નામે ખોટી પોસ્ટ મુકવા અંગે રાજકોટનાં બ્રીજેશ પડીયા સામે અરજી દ્વારા ફરિયાદ કરી છે.
જનકસિંહ જે.જાડેજાએ અરજી માં જણાવ્યું કે તા.10 નાં રોજ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ નાં માધ્યમ થી રાજકોટ નાં બ્રીજેશ પડીયા એ પ ગોંડલ બીગ બ્રોકિંગ નાં મથાળા હેઠળ ગોંડલ નાં ભુણાવા પાસેથી ત્રણ ઇકો અને એક બાલાજી ની ગાડીમાં મોટી માત્રા માં દારુ પકડતી તાલુકા પોલીસ લુણીવાવ નાં જનક ઉર્ફ જે.જે.સહિત આઠ સખ્સ ની ઘરપકડ કરેલ છે.વધુ કોની કોની સંડોવણી છે તપાસ અર્થે હાલ પોલીસ સ્ટેશન અને ઉચ્ચ અધિકારીઓ ખડે પગે હોવાના સમાચાર લખ્યું હતુ.
જનકસિંહે જણાવ્યુ કે આ પ્રકાર નાં ખોટા અને પાયાવિહોણાં સમાચાર હોય અને અમારી કોઈ પણ સંડોવણી નાં હોય તથા અમારી કોઈ ઘરપકડ પણ ના થઈ હોયનાં બ્રીજેશ પડીયા એ તથ્યવિણોણા સમાચાર વાયરલ કરી અમારી શાખ તથા આબરુ ને નુકસાન પંહોચાડ્યું છે.
તેઓ સાથે મોબાઇલ થી વાત કરતા સંતોષકારક જવાબ નહી આપતા સમાજ માં બેઇજ્જતી થાય તેવુ લખાણ કરનાર બ્રીજેશ પડીયા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા જણાવાયું છે.અન્યથા બ્રોકિંગ ન્યુઝ નાં નામે માત્ર બ્લેકમેલીંગ કરતા લેભાગુ તત્વો નો શિકાર નિર્દોષ વ્યક્તિઓ બનતા રહેશે તેની ગંભીર નોંધ લેશો તેવું જણાવ્યું હતું.