ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેરાવળમાં આશ્રમ સંચાલક સામે યુવતીની લગનની લાલચ આપી શારીરિક શોષણના પ્રયાસની ફરિયાદ

11:56 AM Jan 13, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

વેરાવળમાં આશ્રમ સંચાલકનું કામ કરનારે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરીયાદ નોંધાતા પોલીસે યુવક અને તેના મિત્ર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી ચક્રો ગતિમાન કર્યા છે.

વેરાવળના ડારી ટોલ નાકા પાસે કાર્યરત નિરાધારનો આધાર આશ્રમ ચલાવતા સંચાલકે એક યુવતી સાથે મિત્રતા બાંધી લગ્ન કરવાની લાલચ આપી બહારગામ ફરવા લઈ જઈ બળજબરી પુર્વક શારીરીક છેડછાડ કરી સંબંધો બાંધવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં યુવતીએ લગ્ન કરવાની ના પાડતા સંચાલક યુવકે ત્રાસ ગુજારવાનું શરૂૂ કરીને ધમકાવતો હોવાથી ડરી ગયેલ યુવતી પોલીસની શરણે પહોંચી હતી. જ્યાં યુવતીએ આશ્રમના સંચાલક અને તેના મિત્ર સામે શારીરીક છેડછાડની ફરીયાદ નોંધાવતા પોલીસે બંન્નેની ધરપકડ કરી તપાસનો ઘમધમાટ હાથ ધર્યો છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળ નજીક આવેલ ડારી ટોલનાકાની બાજુમાં આવેલ નિરાધારનો આધાર આશ્રમના સંચાલક મુળ ભરૂૂચનો જનક અરૂૂણભાઈ પારેખના પરીચયમાં ચારેક વર્ષ પુર્વે આવેલ એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. બાદમાં જનક યુવતીના ઘર નજીક રહેવા આવી ગયેલ હતો. બાદમાં જનક અવાર નવાર આવી ઘરે આવીને યુવતીને તેની સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી શારીરીક છેડછાડ કરી શારીરીક સંબંધ બાંધવાની કોશિશો કરી હતી.બાદમાં 2023 માં જનકના જન્મદિવસ નિમીતે બંન્ને કચ્છ ફરવા ગયેલ ત્યારે જનકે કહેલ કે હુ તારી સાથે લગ્ન કરીશ તેવી લાલચ આપી બળજબરી કરી યુવતી સાથે સબંધ બાધવાની કોશીશ કરતા લગ્ન કર્યા બાદ સંબંધ બાંધશુ તેવું યુવતીએ જણાવ્યું હતું ત્યારપછી એક દિવસ યુવતીએ લગ્ન કરવાની વાત કરતા જનક એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. જેથી વ્યથિત યુવતીએ વાતો કરવાનું બંધ કરી તમામ સંબંધો પુરા કરી દીધા હતા. થોડા દિવસો બાદ જનકે યુવતીના ઘરે જઈ જો તું મારી સાથે લગ્ન નહીં કરીશ તો તને હું જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

દરમ્યાન ગત તા.9 જાન્યુ.ના રોજ જનક સાથે રહેતા ધ્રુવે પોતાની મોટર કાર લઈને યુવતીનો પીછો કરી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમથી ડરી ગયેલ યુવતીએ જનકમાં ત્રાસમાંથી મુક્ત થવા પોલીસ સમક્ષ ઉપરોકત વિગતો સાથે જનક અને ધ્રુવ સામે ફરીયાદ કરી હતી. જેને લઈ પોલીસે બી.એન.એસ. ની કલમ 75(1)(શશ), 78(2), 352, 351(3), 54 હેઠળ ગુનો નોંધી બંન્ને આરોપીઓની ધરપકડ કરી ચક્રો ગતિમાન કર્યા છે.

---

Tags :
crimegujaratgujarat newsrapedVeravalVeraval news
Advertisement
Advertisement