ગુજરાતમાં ઓપરેશન સિંદૂર અંગે દેશ વિરોધી પોસ્ટ કરનાર 14 સામે ફરિયાદ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર દરમ્યાન કેટલીક સોશીયલ મીડિયા પર દેશવિરોધી પોસ્ટ કરનારી પ્રવૃત્તિઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે . ગુજરાતના અનેક જિલ્લાઓમાં પોલીસે આવા 14 લોકો સામે ગુના દાખલ કર્યા છે.
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એ હુકમ આપવામાં આવ્યો હતો કે, રાષ્ટ્રીય એકતા, સેનાનું મનોબળ અને શાંતિભંગની દિશામાં ખોટી માહિતી કે અફવાઓ ફેલાવનારા પર ત્વરિત કાર્યવાહી કરવી. આ સૂચનને પગલે રાજ્યના ઉૠઙ વિકાસ સહાયે પણ પોલીસ વિભાગને ચેતવણી આપી હતી કે, સોશ્યલ મીડિયા મોનિટરિંગ વધુ મજબૂત કરો અને કોઈપણ રાષ્ટ્રવિરોધી ક્ધટેન્ટ સામે તરત FIR દાખલ કરો.
ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા તથા સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટે ઓપરેશન સિંદૂર દરમિયાન ખુબ જ દક્ષતા સાથે દેખરેખ રાખી હતી. તપાસ દરમિયાન 14 લોકોના એકાઉન્ટમાંથી દેશવિરોધી લખાણો અને સેનાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી પોસ્ટ્સ મળી આવી.
પોલીસ વિભાગે તમામ જગ્યાઓ પર કાયદેસર પગલાં શરૂૂ કરી દીધા છે. રાજ્યની પોલીસ અને ગુપ્તચર સંસ્થાઓ સતત સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે જેથી કોઈ ખોટી માહિતીના કારણે જનમાનસમાં ભય ન ફેલાય . ખોટા પોસ્ટ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
12 જિલ્લામાં 14 સામે ગુનો નોંધાયો
ખેડા - 2
ભુજ - 2
જામનગર - 1
જુનાગઢ - 1
વાપી - 1
બનાસકાંઠા - 1
આણંદ - 1
અમદાવાદ - 1
સુરત શહેર - 1
વડોદરા - 1
પાટણ - 1
ગોધરા - 1