For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં સાયબર ફ્રોડ માટે ખાતા ભાડે આપનાર 11 સામે ફરિયાદ

12:14 PM Dec 10, 2025 IST | Bhumika
મોરબીમાં સાયબર ફ્રોડ માટે ખાતા ભાડે આપનાર 11 સામે ફરિયાદ

અલગ-અલગ ચાર ગુના નોંધાયા, ફ્રોડની રકમ બેંક ખાતામાં જમા કરાવ્યા બાદ એજન્ટો રોકડી કરી લેતા હતાં

Advertisement

મોરબી જિલ્લામાં વ્યાજખોરો બાદ સાયબર ગઠીયાઓનો આતંક વધ્યો છે અને છેલ્લા 24 કલાકમાં સાયબર ફ્રોડના અલગ અલગ ચાર બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. જેમાં ફ્રોડના નાણા જમા કરાવવા માટે બેંક ખાતા ભાડે આપનાર કુલ 11 શખ્સો સામે ફરિયાદ નોંધાયેલ છે.

પ્રથમ ફરિયાદમાં મોરબીમાં સાયબર ફ્રોડથી મેળવેલ નાણાં ચાર શખ્સો દ્વારા દ્વારા પોતાના અલગ અલગ એજન્ટો નિમી આર્થિક લાભ મેળવવા માટે સગાંસંબંધીઓ તથા લાગતા વળગતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી ફ્રોડની રકમ ચેકથી વિડ્રો કરી નાણાં સગેવગે કરનાર ચાર શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

Advertisement

મળતી માહિતી મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અનારામ પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ ચંદુલાલ બાબરીયાએ આરોપી આનંદભાઇ સોમાભાઇ હળવદીયા (ઉ.વ.32) આર.ટી.ઓ એજન્ટ રહે. આનંદનગર શેરી નં.3, શનાળા રોડ, મોરબી, કરણભાઇ સોમાભાઇ હળવદીયા રહે. આનંદનગર, શનાળા રોડ, મોરબી, વિપુલભાઇ રામજીભાઇ ગડા રહે. અંધેરી, મુંબઈ, હેમુભાઇ રહે. અમદાવાદવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ તેઓના સબંધીઓના બેન્ક એકાઉન્ટ ખોલાવડાવી તેઓની જાણ બહાર આરોપીઓએ તેના લાગતા વળગતા અલગ અલગ વ્યકિતઓ પાસેથી સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરવા પોતાના અલગ અલગ એજન્ટોને નિમી તેઓને આર્થિક લાભ આપવાની લાલચ આપી તેઓના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી વિડ્રો કરી કેસ મેળવી સાયબર ફ્રોડના નાણા સગેવગે કર્યા હોવાથી આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી ફરિયાદમાં મોરબીમાં રહેતા છ શખ્સોએ આર્થીક લાભ મેળવવા માટે સાયબર ફ્રોડથી મેળવેલ રકમ પોતાના બેન્ક એકાઉન્ટમા જમા કરી હતી જેથી આ રકમ જમા કરનાર છ ઈસમો વિરૂૂદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. જયપાલસિંહ અજીતસિંહ ઝાલાએ આરોપી ભરતભાઇ પરસોત્તમભાઇ કાનજીભાઇ બારડ (ઉ.વ. 40) રહે. નવલખીરોડ, રણછોડનગર-1, ગરબી ચોક પાસે, મોરબી, રોહિતભાઇ બચુભાઇ મુંઝારીયા રહે. મહેન્દ્રપરા શેરી નં.-14 હાલ રહે. રવાપરગામ, રવેચી બંગલા વાળી શેરી, મોરબ, રાહુલ બચુભાઇ મુંઝારીયા રહે. રવાપરગામ, રવેચી બંગલા વાળી શેરી, મોરબી, રાજા રામભાઇ મકવાણા રહે. દલવાડી સર્કલ, પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનમાં મોરબી, લક્ષ્મણભાઇ ભરવાડ રહે. વાવડીરોડ, મનીષ વિધાલય સામે, મોરબી, મનીષભાઇ ડાયાભાઇ દોશી રહે. નવા બસ સ્ટેન્ડ સામે, સદગુરૂૂ પાન વાળી શેરીમાં, મોરબીવાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ તથા તેના લાગતા વળગતા ઇસમોએ અલગ અલગ વ્યકિતઓ પાસેથી સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરવા પોતાના અલગ અલગ એજન્ટોને નિમી તેઓને આર્થિક લાભ આપવાની લાલચ આપી તેઓના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી વિડ્રો કરી કેસ મેળવી સાયબર ફ્રોડના નાણા સગેવગે કર્યા હોવાથી આરોપીઓ વિરુદ્ધ ભારતિય ન્યાય ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ત્રીજા બનાવમાં ફ્રોડ આચરવા માટે ત્રણ શખ્સોએ સિન્ડિકેટ બનાવી અલગ અલગ રાજ્યના વ્યક્તિઓએ સાથે છેતરપિંડી કરી સાયબર ફ્રોડથી મેળવેલ નાણાં આરોપીના બેન્ક એકાઉન્ટ જમા કરાવી ચેકથી તથા એ.ટી.એમ. થી વિડ્રો કરી ગુન્હો કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વર્સ વિજેન્દ્રસીંઘ ધામા રહે. વુદાવન પાર્ક માં એપાર્ટમેન્ટ-101 કર્ણાવતી હોટલ પાસે મોરબી-2 તથા આયુષરાજસિંહ જાડેજા રહે.અનંતનગર ઉમા ટાઉનશીપ પાસે મોરબી-2 તથા દિવ્યરાજસિંહ જાડેજા રહે. અનંતનગર ઉમા ટાઉનશીપ પાસે મોરબી-2 તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઇસમોએ સાયબર ફ્રોડ કરવા સારૂૂ સીન્ડીકેટ ચેનલ બનાવી સંગઠીત અપરાધ કરવા માટે ગુન્હાહીત કાવતરૂૂ રચી અલગ અલગ રાજયોના અલગ અલગ વ્યકિતઓ સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરવા પોતાના આર્થિક લાભ મેળવવા સારૂૂ આરોપી વર્સ વિજેન્દ્રસીંઘ ધામા ના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી તથા એ.ટી.એમ.થી વિડ્રો કરી ગુન્હો કર્યો હોવાથી આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોથા બનાવમાં મોરબી શહેરમાં સાયબર ફ્રોડના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે મોરબીમાં રહેતા શખ્સે આર્થીક લાભ મેળવવા માટે પોતાના બેન્ક એકાઉન્ટ સાયબર ક્રાઇમ ફ્રોડ મારફતે મેળવલ નાણા ચેકથી વિડ્રો કરી અન્ય શખ્સને આપી નાણાં ચેકથી ઉપાડી ગુન્હો કર્યો હોવાથી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ આરોપી યશપાલ જીતેન્દ્ર દવે રહે.142, અરુણોદયનગર સામાકાઠે મોરબીવાળાએ પોતાના બેન્ક એકાઉન્ટમા સાયબર ક્રાઇમ ફ્રોડ મારફતે મેળવેલ નાણા ચેકથી વિડ્રો કરી તે નાણાં આરોપી રજનીભાઈ કાંતીભાઈ પટેલ રહે. અરુણોદય સોસાયટી, સામાકાંઠે મોરબીવાળાનેઆપી આ નાણા સગેવગે કરી આર્થિક લાભ મેળવેલ હોય તથા તપાસમાં ખુલ્લે તે તમામે બેન્ક એકાઉન્ટમાં આવતા નાણા ફ્રોડના હોવાનું જાણતા હોવા છતા આર્થિક લાભ લેવા માટે લાગતા વળગતા ઇસમોએ બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી આવેલ નાણા જમા થયેલ હોય જે નાણા ચેક મારફતે ઉપાડી ગુન્હો કર્યો હોવાથી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા ભારતિય ન્યાય સંહિતા -2023ની કલમ 316(5), 318(4), 61(2),54, 317(2) મુજબ ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement