ગઢડામાં કારમાંથી બે લાખની ચોરીના ગુનામાં ફરિયાદી જ આરોપી નીકળતા ધરપકડ
ગઢડા તાલુકામાં એક અજબ કિસ્સો સામે આવ્યો છે. ગાડીમાંથી બે લાખ રૂૂપિયાની ચોરીની ફરિયાદ કરનાર વ્યક્તિ જ આખરે ચોર નીકળ્યો છે. ગારીયાધારના રહેવાસી ઉમેશભાઈ બાબુભાઈ ખસીયા, જે ભાડાની કેરી ગાડી ચલાવે છે, તેમણે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉમેશભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ એક વેપારી પાસેથી બે લાખ રૂૂપિયા લઈને બોટાદ તરફ એલ્યુમિનિયમ સામાન લેવા જઈ રહ્યા હતા. રસ્તામાં ગુંદાળા-પડવદર પાટીયા પાસે ગાડીનું ટાયર પંક્ચર થયું. તેઓ અને તેમના મિત્ર ભોળાભાઈ સિંધવ પંક્ચર રિપેર કરાવવા ગયા. પરત આવ્યા ત્યારે ગાડીનો કાચ તૂટેલો હતો અને પૈસા ગાયબ હતા.
ગઢડાના પીઆઈ ડી.બી. પલાસની સૂચનાથી પીએસઆઈ હેરમા, ગોહિલ અને પોલીસ સ્ટાફે તપાસ શરૂૂ કરી. ફરિયાદી ઉમેશભાઈના જવાબોમાં વિસંગતતા જણાતા પોલીસે કડક પૂછપરછ કરી. આખરે ઉમેશભાઈએ ગુનો કબૂલ્યો. તેઓ આર્થિક મુશ્કેલીમાં હતા અને વેપારીને પૈસા ન ચૂકવવા પડે તે માટે આ નાટક રચ્યું હતું. પોલીસે ઉમેશભાઈ અને તેમના મિત્ર ભોળાભાઈ સિંધવની ધરપકડ કરી છે. બંને પાસેથી બે લાખ રૂૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.