ચેમ્પિયન ટ્રોફીની જીતની ઉજવણીમાં એમ.પી.-તેલંગાણામાં કોમી હિંસા
ઇન્દોરના મહુમાં વિજય સરઘસ દરમિયાન જામા મસ્જિદ પાસે જય શ્રીરામના નારા લાગતા પેટ્રોલ બોંબ ઝીંકાયા, એક ડઝન વાહનો-બે દુકાન-ઘર સળગાવાયા; હૈદરાબાદમાં કરિમનગર-દિલસુખનગરમાં જીતના જશ્ન વખતે લાઠીચાર્જ
ગઇકાલે 12 વર્ષ પછી ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લેતા દેશભરમા હર્ષોલ્લાસ સાથે વિજય સરઘસ નીકળ્યા હતા. બે રાજયોમા વિજય સરઘસ પર હુમલાની ઘટના બાદ કોમી હિંસા ફાટી નીકળી હતી . મધ્યપ્રદેશનાં ઇન્દોર નજીક મહુ ખાતે જામા મસ્જિદ નજીક વિજય સરઘર પર પેટ્રોલ બોંબ ઝીંકાયા હતા જયારે ભાજપે વીડીયો શેર કરીને તેલંગણામા પણ આ પ્રકારની ઘટના બની હોવાની માહિતી આપી હતી. સુરક્ષાદળોએ સ્થિતીને કાબૂમા લેવા માટે લાઠીચાર્જ અને ટીયરગેસ પણ છોડયા હતા. હાલમા બંને રાજયોમા પરિસ્થિતિ કાબુમા છે.
મહુમા રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ભારતની જીત બાદ 100 થી વધુ લોકો 40 થી વધુ બાઇક પર સવારી કરીને સરઘસ કાઢી રહ્યા હતા. સામેલ લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા. દરમિયાન જામા મસ્જિદ પાસે ફટાકડા ફોડવા બાબતે લોકો સાથે ઝઘડો થયો હતો. બીજા પક્ષના લોકોએ પાછળ આવી રહેલા પાંચ-છ લોકોને રોક્યા અને મારપીટ શરૂૂ કરી.
પથ્થરમારો બાદ વિવાદ વધી ગયો હતો જ્યારે આગળ જતા લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ પથ્થરમારો કર્યો હતો. આ પછી બીજી બાજુના લોકોએ પણ પથ્થરમારો શરૂૂ કર્યો. થોડી જ વારમાં વિવાદ વધી ગયો. રોષે ભરાયેલા લોકોએ પાન બજાર વિસ્તારમાં પણ પથ્થરમારો શરૂૂ કરી દીધો હતો. તોફાની તત્વોએ પટ્ટી બજાર, માર્કેટ ચોક, જામા મસ્જિદ, બતાખ મોહલ્લા અને ધનમંડીમાં બહાર પાર્ક કરેલી 12 થી વધુ બાઇકોને આગ ચાંપી દીધી હતી. બે કારમાં તોડફોડ કરી આગ ચાંપવામાં આવી હતી. પાટડી બજાર વિસ્તારમાં પ્રેસ ક્લબના પ્રમુખ રાધેલાલના મકાનમાં આગ લાગી હતી. બખ્ત વિસ્તારની એક દુકાનમાં આગ લાગી હતી. માર્કેટ ચોકમાં બે દુકાનોની બહાર આગ લગાડી.
300 થી વધુ પોલીસ અધિકારીઓ અને સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા અને પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે પટ્ટી બજાર અને માણક ચોક વિસ્તારમાં લાઠીચાર્જ કર્યો હતો. પાન બજાર વિસ્તારમાં ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. લગભગ અઢી કલાક બાદ મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ સ્થિતિ સામાન્ય બની હતી. 10 પોલીસ સ્ટેશનના 300થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો સ્થળ પર તૈનાત છે.
જયારે તેલંગણામા બબાલ બાબતે ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે તેલંગાણા પોલીસે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતની ઉજવણી કરતા લોકો પર લાઠીચાર્જ કર્યો છે. ભાજપે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં પોલીસ લોકો પર લાઠીચાર્જ કરતી જોવા મળી રહી છે. આ ઘટનાને લઈને ભાજપે કોંગ્રેસ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. ભારતે રવિવારે રમાયેલી રોમાંચક ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે.
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ પોલીસ કાર્યવાહીનો વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું, પચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતની ઉજવણી કરતા લોકોને રોકવા માટે હૈદરાબાદ પોલીસે દિલખુશનગરમાં લાઠીચાર્જ કર્યો. આવી જ ઘટના કરીમનગરમાં પણ જોવા મળી છે. શું આ કોંગ્રેસ શાસિત રાજ્યોની નવી યુક્તિ છે?