For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોલેજિયન છાત્રા પર દુષ્કર્મ, વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી પાંચ લાખ માગ્યા!

04:21 PM Aug 21, 2024 IST | Bhumika
કોલેજિયન છાત્રા પર દુષ્કર્મ  વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી પાંચ લાખ માગ્યા
Advertisement

લગ્નની લાલચ આપી સર્વસ્વ લૂંટી લીધું: બે દિવસ હોટેલમાં રાખી શરીર સંબંધ બાંધ્યો

યુવતી આજી ડેમ મિત્રો સાથે પાર્ટીમાં ગઇ ત્યારે આરોપીએ તેણીનો મોબાઇલ નંબર લઇ લીધો હતો

Advertisement

રાજકોટમાં રહી આર્ટસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને તેના પ્રેમીએ લગ્નની લાલચ આપી હોટલમાં લઇ જઇ શરીર સંબંધ બાંધી, તેનો ન્યૂડ વીડિયો ઉતારી લીધા બાદ, પ્રેમીની બીજી પ્રેમિકાએ આ વીડિયોના આધારે પાંચ લાખની માગણી કર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે,ત્રણેક માસ પહેલા તે આજી ડેમ પાસે આવેલી હોટલમાં મિત્રો સાથે પાર્ટી માટે ગઇ હતી. તે વખતે ત્યાં લક્કી નામનો યુવાન આવ્યો હતો. જેણે તેના ફોનમાંથી તેનો નંબર લઇ તેને કોલ અને મેસેજ કરવાનું શરૂૂ કરી દીધું હતું. જેથી તેણે તેનો નંબર બ્લોક કરી નાખ્યો હતો. તેના એકાદ માસ બાદ તે ગુંદાવાડી નજીકથી પસાર થતી હતી ત્યારે લક્કી પાછળ-પાછળ આવ્યો હતો. આવીને તેને કહ્યું કે હું તને લાઇક કરું છું, તું મને લાઇક કરશ ?

આ વાત સાંભળી તેણે કહ્યું કે એમ મને તારી ઉપર વિશ્વાસ ન આવે. પરિણામે લક્કીએ પોતાનું આધાર કાર્ડ બતાવ્યું હતું. જેમાં તેનું સાચુ નામ તુષાર વજાણી હતું. પરિણામે તેણે લક્કી નામ બાબતે પૂછતા કહ્યું કે મને પણ એમ કોઇનો વિશ્વાસ ન આવે તેથી ખોટુ નામ આપ્યું હતું. તે સાથે જ કહ્યું કે એમ લાગે તો આપણે લગ્ન કરશું.તેના બે-ત્રણ દિવસ બાદ લક્કીને તે ભૂતખાના ચોક નજીક મળી હતી. ત્યારપછી બંને મરજીથી પારસી અગિયારી ચોક ખાતે સદર બજારમાં આવેલી પર્લ હોટલમાં બે દિવસ રોકાયા હતા. પ્રથમ દિવસની રાતે જ તુષાર સાથે મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો. બીજી રાતે પણ તુષારે શરીર સંબંધ બાંધવાનું કહેતા તેણે લગ્ન પહેલા વારંવાર સેક્સ કરવાની ના પાડી હતી. આ વખતે તુષારે કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવાનો જ છુ તેમ કહી તેની મરજી વિરૂૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. જો કે આ વાત તેને સારી લાગી ન હતી.

જેથી તુષાર સાથે સંપર્ક ઓછો કરી નાખ્યો હતો. થોડા દિવસો બાદ તેને અજાણ્યા મોબાઇલ પરથી વોટ્સએપમાં ગાળો સાથેનો મેસેજ આવ્યો હતો. એટલું જ નહીં તેનો ન્યૂડ વીડિયો પણ આવ્યો હતો. જે વન ટાઇમ સીન હોવાથી ફરીથી તેણે વીડિયો મંગાવતા જાણવા મળ્યું કે હોટલ ખાતેનો તેનો ન્યૂડ વીડિયો હતો. જે તુષારે તેની જાણ બહાર ઉતારી લીધો હતો.ત્યારપછી તેણે જે નંબર પરથી વીડિયો મળ્યો હતો તે નંબર બહેનપણીને બતાવતા તેને કહ્યું કે આ નંબર તુષારની ગર્લફ્રેન્ડ કોમલનો છે. બાદમાં કોમલે તેને વોટ્સએપ કોલ કરી રૂૂા. પાંચ લાખની માગણી કરી હતી. નહીંતર તેનો ન્યૂડ વીડિયો વાયરલ કરવાની અને તેના ભાઈને મોકલી દેવાની ધમકી આપતા તુષાર અને કોમલ વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ મામલે બંને આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement