સુરેન્દ્રનગરના કૈલાશ પાર્કમાં ગરબી જોઇને પરત ફરતા કોલેજિયન પર હથિયારથી હુમલો
યુવાન રાજકોટમાં સારવારમાં , કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી
સુરેન્દ્રનગરનાં કૈલાશ પાર્કમા રહેતો કોલેજીયન યુવાન ગઇકાલે ગરબી જોઇને પોતાનાં ઘરે પરત ફરતો હતો ત્યારે અજાણ્યા માણસોએ પીછો કરી મોઢા પર હથીયારનાં ઘા ઝીકી દેતા તેઓને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો આ અંગે હાલ સુરેન્દ્રનગર પોલીસ તપાસ ચલાવી રહી છે બનાવનુ કારણ જાણવા પોલીસે તપાસ શરુ કરી છે.
બનાવની વધુ વિગતો અનુસાર સુરેન્દ્રનગરનાં કૈલાશ પાર્ક પાસે ઉમીયા ટાઉનશીપની બાજુમા રહેતા રૂષિરાજસિંહ જીતેન્દ્રસિબંહ પરમાર (ઉ.વ. 19 ) ગઇકાલે રાત્રીનાં સમયે એકિટવા લઇને ગરબી જોઇ પોતાનાં ઘરે પરત ફરતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ કોઇ હથીયાર વડે માથાનાં ભાગે ઇજા કરતા તેમને સારવાર માટે સૌ પ્રથમ સુરેન્દ્રનગર બાદ રાજકોટની સિવીલમા ખસેડવામા આવ્યો હતો.
રૂષિરાજસિંહ કોલેજમા અભ્યાસ કરે છે પિતા જામનગર નોકરી કરે છે બે આરોપી ઘર સુધી પાછળ આવ્યા બાદ હુમલો કર્યો હતો કયા કારણે હુમલો કરવામા આવ્યો તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.