જામનગરમાં હોટલમાં કર્મચારીની હત્યા કેસમાં સહ કર્મચારીને આજીવન કેદ
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં બે વર્ષ પહેલાં એક હોટલમાં યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે તે જ હોટલના જ અન્ય કર્મચારી સામે ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી. આ કેસમાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા નો હુકમ કર્યો છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી રાધે કાઠીયાવાડી નામની હોટલના કર્મચારી તારૂૂરામ ભીરારામ નાગર એ ગત તા.10-11-23ની રાત્રે હોટલના સંચાલક દિલીપભાઈ વજસીભાઈ ડુઆને ફોન કરીને જાણ કરી હતી કે, આ હોટલ નો કર્મચારી વીનિત પટેલ તેના રૂૂમમાં સુતો છે, બોલતો નથી તેથી દિલીપભાઈ હોટલે દોડી ગયા હતા.
જ્યાં તારૂૂરામ તથા તેની સાથે વિરેન્દ્ર મોહનલાલ નાગર પોતાની બેગ તૈયાર રાખીને બહારગામ જવા માટે ઉભા હતા તેઓને રોકયા હતા અને દિલીપભાઈએ પોલીસ તથા 108ને જાણ કરતા દોડી આવેલી પોલીસે તારૂૂરામની પૂછપરછ કરતા તેણે ગળુ દબાવીને વીનિતની હત્યા કરી હોવા ની કબૂલાત આપી હતી.
આથી પોલીસે હત્યા ની કલમ મુજબ ગુન્હો નોંધીયો હતો.અને આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા બચાવપક્ષે દલીલ કરી હતી કે, આ બનાવ કોઈએ નજરે જોયો નથી તેથી શંકાનો લાભ આપી આરોપીને મુક્ત કરવો જોઈએ તેથી સામે સરકાર પક્ષે સીસીટીવી ફૂટેજમાં પણ આરોપી તથા ફરિયાદી સાથે જોવા મળે છે અને પીએમ રિપોર્ટમાં પણ ગળુ દબાવવાથી યુવાનનું મૃત્યુ નિપજ્યાનું પુરવાર થાય છે , તેવી દલીલ કરી હતી. અદાલતે સરકાર પક્ષના વકીલ રાજેશ વશીયરની દલીલો માન્ય રાખી આરોપી તારૂૂરામ ભીરારામ નાગર ને આજીવન કેદ ની સજા તથા રૂૂ.રપ હજારના દંડનો હુકમ કર્યો છે.