ખાંભાના નાની ધારી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ
ખાંભાના નાનીધારીમાં ગ્રામ પંચાયતને રજૂઆત કરવા બાબતે બે જુથ વચ્ચે મારામારી થઈ હતી. તલવાર, ભાલા અને પાઈપ વડે મારામારી કરવામાં આવી હતી. અંતે ખાંભા પોલીસમાં 7 લોકો સામે સામસામી ફરિયાદ કરવામાં આવી હતી. ખાંભાના નાની ધારી ગામે રહેતા ભરતભાઈ દેહાભાઈ વાળાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ડમ્પર પકડાવાની શંકા રાખી ગામના જ રણજીત ધીરૂૂભાઈ વાળા તથા ગૌતમ ધીરૂૂભાઈ તલવાર અને ભાલુ લઈને તેના ઘરે ધસી આવ્યા હતા. તેને મારવા આ બંને દોડ્યા હતા. ત્યારે તેના દિકરા નિલેષ અને ભત્રીજો રણજીત બચાવવા આડા પડ્યા હતા.
પરંતુ રણજીત વાળા અને ગૌતમ વાળાએ તેના પર તલવાર, ભાલા અને પાઈપ વડે હુમલો કર્યો હતો.ઉપરાંત ભરત વાળાને મારી નાખવાની ધમકી આપી હતી. બીજી તરફ ગૌતમ ધીરૂૂભાઈ વાળાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગામમાં બનતા નવા રોડ તથા નવા સ્મશાન બાબતે ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી. જેનું મનદુ:ખ રાખી ભરત દેહાભાઈ વાળા, રણજીત મનુભાઈ વાળા, નિલેષ ભરત વાળા, ઉદય ગભરૂૂ વાળા અને ગભરૂૂ દેહાભાઈ વાળાએ કુહાડી અને ભાલા વડે બંને ભાઈઓ પર હુમલો કર્યો હતો. તેમજ કારમાં પણ તોડફોડ કરી હતી. બંને પક્ષે ફરિયાદ નોંધાતા હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.