ધ્રાંગધ્રાના સોલડીમાં પોકસોની ફરિયાદ બાબતે બે જૂથો વચ્ચે અથડામણ; 10 લોકોને ઇજા
ધાંગધ્રા ના સોલડી ગામે અગાઉ થયેલી પોસ્કોની ની ફરિયાદ બાબતને લઈને એક જ જ્ઞાતીના બે જૂથો વચ્ચે રાત્રિના સમયે બોલાચાલી બાદ તિક્ષણ હથિયારો સાથે એકબીજા ઉપર હુમલો કરતા 10 થી વધુ લોકોને ઈજા થતાં ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ધાંગધ્રા તાલુકો પોલીસમાં બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી આમ બનાવને લઈને ધાંગધ્રા સરકારી દવાખાનામાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઊંચી પડ્યા હતા ત્યારે ધાંગધ્રા સીટી અને તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ જઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે ગત મોડી રાત્રે દલિત સમાજના બે જૂથો વચ્ચે અગાઉ થયેલી પોસ્કોની ફરિયાદ બાબતને લઈને બોલાચાલી થયેલી આમ બોલોચાલી બાદ બંને જૂથના સભ્યો ધાતક હથિયારો સાથે સામસામે આવી ગયા અને એકબીજા ઉપર તૂટી પડ્યા હતા.
આમ દસેક જેટલા લોકોને ઈજા થતાં ધાંગધ્રા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર માટે સુરેન્દ્રનગર દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે બનાવના સમાચાર મળતા ધાંગધ્રા સીટી અને તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી ત્યારે આ અંગે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં ફરિયાદી રાહુલભાઈ વાલજીભાઈ પરમાર દ્વારા આરોપી રવિભાઈ મોહનભાઈ રેવર. જીગ્નેશભાઈ આર રેવર. પુજાભાઈ તળશીભાઈ. રાહુલભાઈ મોહનભાઈ. તળશીભાઈ ધનાભાઈ. ભરતભાઈ તળશીભાઇ. વિપુલભાઈ બાબુભાઈ. સંજયભાઈ નરસિંહભાઈ. મોહનભાઈ બીજલભાઇ. અને આવનીશભાઈ ભરતભાઈ સામે હુમલો કરી માર મારી અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે ભરતભાઈ રેવર દ્વારા આરોપી કાનજીભાઈ મોહનભાઈ પરમાર. ભીખાભાઈ મોહનભાઈ. વિશાલભાઈ કાનજીભાઈ. ચિરાગભાઈ ભીમાભાઇ. કરસનભાઈ દાનાભાઈ. માલાભાઈ મોતીભાઈ. રાહુલભાઈ વાલજીભાઈ રસિકભાઈ વાલાભાઈ. અને મુકેશભાઇ કરસનભાઈ સામે માર મારી ગંભીર ઈજા પહોંચાડી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે બંને પક્ષોની ધાતક હથીયાર સાથે હુમલો કરી માર માર્યાની સહિતની ફરિયાદ લઈને વધુ તપાસ તાલુકા પીઆઇ ડી ડી ચાવડા કરી રહ્યા છે બનાવને લઈને સોલડી મા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે