રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સંસ્કારી નગરી વડોદરામાં બીજા નોરતે સગીરા પર ગેંગરેપ, ત્રણ નરાધમોએ 16 વર્ષની બાળકીને પીંખી નાખી

02:46 PM Oct 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સંસ્કારી નગરી વડોદરાને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. બીજા નોરતે સગીરા પર ગેન્ગરેપ થયાની ઘટના સામે આવી છે. એક બાજુ આખું શહેર ગરબે ઘૂમી રહ્યું હતું ઓ બીજી તરફ ભાયલીમાં ત્રણ નરાધમો સગીર બાળકીને પીંખી રહ્યાં હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમાચવી નાખી છે.

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં ગરબા રમવા ગયેલી એક સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી છે. વડોદરા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શહેરના ગોરવા વિસ્તારમાં અંદાજીત 16 વર્ષીય સગીરા ગરબા રમાવા ઘરેથી નિકળી હતી. આ દરમિયાન ભાયલી બિલ રોડ તરફ તેના મિત્ર સાથે એક અવવારૂ જગ્યાએ બેઠી હતી. તેવામાં પાંચ જેટલા શખ્સો ત્યાં આવી પહોંચ્યાં અને સગીરાના મિત્રને માર મારી પાંચ પૈકીના ત્રણ નરાધમોએ સગીર બાળકીને પીંખી નાખી હતી. અને ઘરે પહોંચેલ સગીરાને અસહ્ય દુખાવો ઉપડતા સમગ્ર ઘટનાની જાણ માતાને કરી હતી અને આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પોલીસને ઘટના સ્થળ પાસે તૂટેલા ચશ્માં અને ઝાંઝર મળી આવ્યા છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા પોલીસના જણવ્યા અનુસાર ગઈકાલે મોડીરાત્રે એક દુષ્કર્મની ઘટના બની હતી. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે તે અને તેનો મિત્ર આરોપીના ચહેરા ઓળખી શક્ય નથી. પીડિતા ઘરેથી ૧૦:૩૦ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગઈ હતી અને તેના મિત્રને લક્ષમીપુરા વિસ્તારમાં મળી અને ત્યાર બાદ બને સંસીતી વિસ્તારમાં ગયા હતા

પીડિતાના પિતાની ફરિયાદના આધારે તપાસ શરુ કરવામાં આવી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે જીલ્લા પોલીસ તંત્રની LCB, SOG, તેમજ શહેર પોલીસ તંત્રની ટીમ મળી ૫ ટીમો દ્વારા તપસ કરવામાં આવી રહી છે.

Tags :
crimeGang-rapegirl rapedgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement