રાજકોટમાં બાળલગ્ન,વરરાજા બન્ને પક્ષના વેવાઈ અને ગોર મહારાજ સહિતની ધરપકડ
રાજકોટમાં ભાવનગરના ઉમરાળાથી જાન લઇ આવેલ વરરાજા અને તેના માતા-પિતા અને ગોર મહારાજને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. રાજકોટની સગીરાના બાળલગ્ન થતા હોવાની બાતમીને આધારે રાજકોટ જીલ્લા સમાજ સુરક્ષા વિભાગે પોલીસને સાથે રાખી દરોડો પાડી આ બાળલગ્ન અટકાવ્યા હતા અને આ મામલે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધવી હતી.
રાજકોટના નવાગામ આણદપરમાં બાળલગ્ન થતા હોવાની માહિતીને આધારે રાજકોટ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી સંતોષભાઈ માધાભાઈ રાઠોડે તેમની ટીમ અને પોલીસને સાથે રાખી દરોડો પડ્યો હતો. નવાગામ આણદપરમાં નકલકં ધામમાં રહેતા અમરશીભાઇ કાનજીભાઇ રાઠોડ દ્વારા તેમની 16 વર્ષ 11 માસ અને 6 દીવાસની પુત્રીના લગ્ન ભાવનગરના ઉમળા તાલુકાના રંધોળા ગામના દેવશીભાઇ હરજીભાઇ મટેાળીયાના પુત્ર અશોકભાઇ દેવશીભાઇ મટેાળીયા સાથે કરાવતા હોવાનું જાણવા મળ્યું હતું આ બાબતે સમાજ સુરક્ષા અધિકારી સંતોષભાઈએ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં અશોકભાઇ દેવશીભાઇ મટેાળીયા (વરરાજા) તથા દેવશીભાઇ હરજીભાઇ મટેાળીયા (વરરાજાના પિતા ) જયાબેન વા/ઓફ દેવશીભાઇ મટેાળીયા (વરરાજાની માતા) તેમજ ક્ધયા પક્ષના અમરશીભાઇ કાનજીભાઇ રાઠોડ (ક્ધયાના પિતા ) મજુબને અમરશીભાઇ રાઠોડ (ક્ધયાની માતા) અને આંણદપર ના ગોરમારાજ મુકેશ ભાઇ લીલાધરભાઇ મહેતા સામે પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.