રાજુલાની સેન્ટ મેરી સ્કૂલમાં ફી વસુલી લેવાની લાલચે બાળક એક જ વર્ગમાં બે વાર ભણવા મજબુર
આર.ટી.આઇ થતા ગેરરીતિ સામે આવી છતાં તંત્રનો સ્કૂલને છાવરવાનો પ્રયાસ
રાજુલા શહેર મા કાર્યરત અંગ્રેજી માધ્યમ ની સેન્ટ મેરી સ્કૂલ મા ચાલી રહેલી ગેરરીતીઓ અને એડમીશન સંદર્ભે વાલીઓ પાસે થી ફી વસુલી લેવા ની લાલચ મા બાળક ને એકજ વર્ગ મા બેવાર ભણવા મજબૂર કરનાર સ્કૂલ સંચાલકો સામે બાળક ના વાલી અમીતભાઈ કસવાળા અને સામાજીક કાર્યકર જયેશભાઈ દવે દ્વારા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અમરેલી ને ફરીયાદ કરી હતી પરંતુ એક અરજી થી તંત્ર નુ પાણી પણ હલ્યુ ન હતુ.વારંવાર અરજી અને સ્કૂલ સામે ના આરોપો અને તેના એવીડન્સો રજુ કરવા છતા. તંત્ર એ છાવરવાના પ્રયાસો કર્યા હતા.
પરંતુ જયેશભાઈ દવે દ્વારા આર.ટી.આઈ. કરતા તંત્ર હરકત મા આવ્યુ હતુ ને પુરાવા ના આધારે તંત્ર દ્વારા સ્કુલ ને દસ હજાર નો દંડ કર્યો હતો. એટલે તંત્ર દ્વારા હાથી ને ટાંચણી નો ડામ દીધો હતો.
જેના કારણે વાલી મા પણ અસંતોષ વધ્યો હતો. સ્કૂલ પાસે માંગવી મા આવેલી માહીતી પણ અધુરી આપવામા આવી જેની સામે જયેશ દવે દ્વારા અપીલ કરવાની અને કોર્ટ માં જવાની તજવીજ કરી છે.
અને વાલી ની બેઠક બોલાવી હતી શિક્ષણ તંત્ર અને જીલ્લા પ્રા. શિક્ષાધિકારી એ હળવો દંડ કરી ને સંતોષ માન્યો છે પરંતુ કોર્ટ મા દાદ માગવામા આવે તો કેટલાય ના તપેલા ચડી જાય તેવો તાલ સર્જાયો છે ગુજરાત ના શિક્ષણ તંત્ર ની આડમા અસંખ્ય સ્કુલો એડમીશન , બિલ્ડીંગ,ભુતીયા વર્ગો,ભુતીયા વિદ્યાર્થીઓ, ડીગ્રી વગર ના શિક્ષકો જેવા કૌભાંડો છાશવારે વર્તમાન પત્રો મા ચમકતા રહે છે. રાજુલા ની સેન્ટ મેરી સ્કુલ સામે વાલી પાસે પુરતા પુરાવાઓ હોવા છતા.તંત્ર કશી નક્કર કામગીરી કરી શક્યુ નથી. અને કોર્ટ મા દાદ માંગવા ની વાલીએ ફરજ પડી છે.
