ભાવનગરના માંડવી ગામે ચામુંડા માતાના મંદિરમાંથી છત્તરની ચોરી
01:43 PM Nov 24, 2025 IST | Bhumika
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના માંડવી ગામે રહેતા મહિપતભાઈ મગનભાઈ ડુમરાળિયા એ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના ગામમાં પોતાના કુળદેવી ચામુંડા માતાનો મઢ આવેલો છે તેમાં તેઓ સેવા પૂજા કરે છે . માતાજીના મંદિરે આરતી - પૂજા કરી મુખ્ય દરવાજે તાળું મારી 1 ગયા હતા, તે દરમ્યાન માતાજીના મંદિરમાં 2 ચડાવેલા સોના ચાંદીના છત્તર 2, અને ચાંદીનો મુગટ અંદાજે કિંમત 1 લાખ 31 હજાર નો મુદ્દા માલ કોઈ અજાણ્યો ચોર ચોરી ગયો હોય તેવી ના ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
Advertisement
Advertisement
