જૂનાગઢની ચૈતન્ય ટેકનો શાળાએ CBSEના નામે ફી ઉઘરાવી વાલીઓ સાથે છેતરપિંડી કરી
જૂનાગઢ શહેરના ચોબારી ફાટક પાસે આવેલી ચૈતન્ય ટેકનો સ્કૂલમાં ફરી વિવાદ થયો છે. આ સ્કૂલમાં સીબીએસસીની મંજૂરી ન હોવા છતાં વાલીઓને સીબીએસસી સ્કૂલ છે એવું કહી ફી ઉઘરાવી બાળકોને ભણાવી રહ્યા છે.
આ બાબતે જ્યારે કોઈપણ વાલીને જાણ થાય કે આ સ્કૂલ પાસે સીબીએસસી સર્ટિફિકેટ નથી તો વિદ્યાર્થીનો એડમિશન રદ્દ કરાવવા વાલી જાય તો શાળાના સંચાલકો પરેશાન કરી મૂકે છે. 2024માં એડમિશન લેનારા ઘણા બધા વાલીઓએ જ્યારે પરત એડમિશન લીધું ત્યારે તેમને ફી ભરવા માટે દબાણ કરવામાં આવ્યા હતા. જો ફીના ભરે તો બાળકોના જરૂૂરી ડોક્યુમેન્ટ સ્કૂલ આપતા ન હતા.
આ અંગે ઘણા બધા વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં પણ રજૂઆતો કરી હતી. પરંતુ આ તમામ રજૂઆતો બાદ વિદ્યાર્થીનું વર્ષ બગડતું હતું. આ સ્કૂલ પાસે સેન્ટ્રલની મંજૂરી ન હોવા છતાં ફી ઉઘરાવતી હોય વાલીઓએ શાળા સંચાલકો સામે પગલાં ભરવા પણ શિક્ષણ અધિકારી સમક્ષમાં કરી હતી.મારા બાળકનું 2023માં અહીં એડમિશન કર્યું હતું. એડમિશન કરતા સમયે એવું કહેવામાં આવ્યું હતું કે સ્કૂલ પાસે સીબીએસસી સર્ટિફિકેટ છે. માટે શાળા દ્વારા ફી પણ એવી લેવામાં આવી હતી. ત્યારબાદ સમય જતા અમને એવી જાણ થઈ કે સ્કૂલ પાસે આવું કોઈ સર્ટિફિકેટ નથી. જેથી મારા બાળકનું એડમિશન રદ કરાવવા માટે હું ગયો હતો ત્યારે મેં મારા બાળકના જરૂૂરી ડોક્યુમેન્ટ માં ગયા હતા.
આજ દિન સુધી શાળાના સંચાલકોએ આવા કોઈ ડોક્યુમેન્ટ મને આપ્યા નથી. સંચાલકો એવું કહી રહ્યા છે કે તમે ફી ભરો પછી અમે ડોક્યુમેન્ટ આપીશું. તેમ વાલી સાગર ભરડવાએ રાવ કરી હતી.
અમે જે ફી લઈએ છીએ તે ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી એફ.આર.સી મુજબ લઈએ છીએ. અમે કોઈને સીબીએસસીનું પ્રોમિસ આપતા નથી. બાળકની ફી ન ભરેલી હોય તો ડોક્યુમેન્ટસ ન મળે. તેમાં અમારો કોઈ રોલ હોતો નથી. અમે બધું નિયમ મુજબ કરીએ છીએ. તેમ સ્વેતા કંજાની,ચૈતન્ય ટેકનો સ્કૂલના આચાર્યએ જણાવ્યું હતું.