કુવાડવા ગામે નિર્માણાધીન હોસ્પિટલની બહારથી સીસીટીવી કેમેરા-હાર્ડ ડિસ્કની ચોરી
કુવાડવા ગામે નવી બની રહેલી સર્વોદય મલ્ટી હોસ્પિટલ પંજાબ હોન્ડાના શોરૂમની બાજુઉમા ખુલ્લી જગ્યામા સીસીટીવીને લગતો સામાન અને હાર્ડ ડીસ્ક સહિત રૂ. 46,239 નો મુદામાલની ચોરી થયાની પોલીસમા ફરિયાદ નોંધાઇ છે.
વધુ વિગતો અનુસાર ગાંધીગ્રામના ભારતીનગર શેરી નં 11 મા રહેતા હિતેશભાઇ કાંતીભાઇ વાઢીયા (મોચી) (ઉ.વ. 41) એ ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ઘર પાસે જ મહાદેવ કોમ્યુનીકેશનના નામથી સીસીટીવી કેમેરા ઇન્ટર કોમ સીસ્ટમને લગતો વ્યવસાય કરે છે. તેની સાથે ડેવીડભાઇ સરવૈયા અને વિપુલભાઇ કાગડીયા પણ કામ કરે છે.ગઇ તા. 16/1 ના રોજ સવારે સર્વોદય મલ્ટી હોસ્પિટલ પાસે પંજાબ હોન્ડા બાઇકના શોરૂમની બાજુમા કુવાડવા ગામ ખાતે હોસ્પિટલનુ કામ કાજ ચાલુ હોય જેમા સીસીટીવી કેમેરા માટે સર્વોદય મલ્ટી હોસ્પિટલના સંચાલક કૌશિકભાઇના કહેવાથી જરૂરિયાત મુજબ તેઓને દાહવા કંપનીના 3ર ચેનલ વાળા એનવીઆર - 1 અલગ - અલગ કેમેરા અને હાર્ડ ડીસ્ક તેઓને રીક્ષામા મોકલાવ્યો હતો. આ કૌશિકભાઇના કહેવાથી આ તમામ માલ સામાન ખુલ્લી જગ્યામા રાખ્યો હતો. તેજ દીવસે અમુક સીસીટીવી કેમેરા ફીટ કર્યા હતા. તેમજ હોસ્પિટલમા વાયરીંગ કામ ચાલુ હોવાથી બાકીનુ કામ થયુ નથી.
બાદમા તા. 25 ના રોજ સવારના ડેવીડભાઇ અને વિપુલભાઇ ત્યા કામ કરવા પહોંચતા ત્યાંથી સીસીટીવી કેમેરા અને અન્ય સામાન મળી કુલ રૂ. 46239 ની ચોરી થયાનુ માલુમ પડતા પોલીસમા ફરિયાદ નોંધાવી હતી.
