For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેપારીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: જૂનાગઢમાં ફેક ફોન-પેથી વેપારીઓને છેતરતી ત્રિપુટી પકડાઇ

11:54 AM Apr 29, 2025 IST | Bhumika
વેપારીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો  જૂનાગઢમાં ફેક ફોન પેથી વેપારીઓને છેતરતી ત્રિપુટી પકડાઇ

Advertisement

બે કાર, મોબાઇલ, કપડાં, કેરીના બોકસ અને રોકડ રૂા.6.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગેંગ જૂનાગઢ, સુરત, અમદાવાદ અને મોરબીમાં પણ આવી રીતે ઠગાઇ કરી છે

Advertisement

જુનાગઢ એ ડિવિઝન પોલીસે ફેક ઓનલાઈન એપ્લિકેશન દ્વારા વેપારીઓને છેતરતી એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ગેંગને પકડી પાડી છે. આ ગેંગ ખોટી ફોન-પે એપનો ઉપયોગ કરીને વેપારીઓને છેતરતી હતી.

આરોપીઓએ જુનાગઢની એક કપડાંની દુકાનમાં રૂૂ.10,700ની ખરીદી કરી હતી. તેમણે વધારાના રૂૂ.3,000 રોકડા પણ માંગ્યા હતા. મહિલા આરોપીએ ફેક ફોન-પે એપથી દુકાનદારના ચછ કોડને સ્કેન કરી ખોટો સક્સેસફુલ પેમેન્ટ મેસેજ બતાવ્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં સુરતના રાધિકાબેન દેવાંગભાઈ પઢિયાર, દેવાંગભાઈ જગદીશભાઈ પઢિયાર અને ભાવેશ વિનુભાઈ યાંગેલાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી હુંડાઈ વર્ના અને મારુતિ સ્વિફ્ટ કાર, ત્રણ મોબાઈલ ફોન, કપડાં, કેરીના બોક્સ, શૂઝ, ટેડી બિયર અને રોકડ રકમ મળીને કુલ રૂૂ.6.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે જુનાગઢ ઉપરાંત સુરત, અમદાવાદ અને મોરબીમાં પણ આવી છેતરપિંડી આચરી છે. પોલીસે લોકોને સૂચન કર્યું છે કે ઓનલાઈન પેમેન્ટ વખતે માત્ર મોબાઈલ મેસેજ પર વિશ્વાસ ન રાખતા બેંક એકાઉન્ટમાં રકમ જમા થયાની ખાતરી કર્યા બાદ જ માલસામાન આપવો.

----

Advertisement
Tags :
Advertisement
Advertisement