For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળમાં કેટરિંગનો વેપારી રૂા.27 લાખના ચેક રી ટર્ન કેસમાં નિર્દોષ જાહેર

11:39 AM Oct 16, 2025 IST | Bhumika
વેરાવળમાં કેટરિંગનો વેપારી રૂા 27 લાખના ચેક રી ટર્ન કેસમાં નિર્દોષ જાહેર

એડવોકેટ રિતેષ પંડ્યા, તેજસ પંડ્યા, પરેશ ટીમાણિયા અને રમેશ પંડિતની ધારદાર રજૂઆત

Advertisement

વેરાવળમાં કેટરિંગનું કામ કરતા વેપારીને ધંધાના વિકાસ માટે રૂૂ.સાત લાખ ઉછીના લીધેલ હતા તેની સામે ચેક આપેલ હતો. આ રકમ વસુલ કરવા ચીફ જયુડીશયલ મેજી.ની કોર્ટમાં કેસ દાખલ થયેલ જેમાં ફરિયાદી પક્ષે કેસ સાબિત કરવામાં સફળ નહિં થતા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કોર્ટ દ્વારા ફરમાવેલ છે.

આ કેસની વિગતો આપતા એડવોકેટ રીતેષભાઇ પંડ્યાએ જણાવેલ કે, વેરાવળના રહીશ નગીનભાઈ ખીમજીભાઈ મોતીવરસ દ્વારા જયેશભાઈ સવચંદ કાલાવડીયા વેરાવળમા કેટરીંગનું કામ કરે છે તેમને મિત્રતાના નાતે જયેશભાઈના કેટરીંગના ધંધાના વિકાસ માટે રૂા.સાત લાખની જરૂર પડતા નગીનભાઈ એ રોકડા ઉછીના આપેલ ત્યારબાદ ફરીયાદી નગીનભાઈ ખીમજીભાઈ મોતીવરસ પરત્વેની જવાબદારી સ્વીકારી આરોપી જયેશભાઈ સવચંદ કાલાવડીયા એ તેમની બેંક એચડીએફસી વેરાવળ શાખાનો ચેક રૂ.સાત લાખનો આપેલ જે ચેકની રકમની વારંવાર ઉઘરાણી કરવા છતાં નહિં આપતા ફરીયાદ નગીનભાઈ ખીમજીભાઈ મોતીવરસ દ્વારા વેરાવળ ના એડિશનલ ચીફ જુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ કરેલ જે કેસ ચાલી જતા ફરિયાદ પક્ષે નગીનભાઈનો કેસ સાબિત કરવામાં સફળ નહિં થતા એડિશનલ ચીફ જુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા આરોપી જયેશ ભાઈ સવચંદ કાલાવડીયા રહે. વેરાવળને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમનો ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી જયેશ ભાઈ સવચંદ કાલાવડીયા રહે. વેરાવળ તરફથી પંડયા એડવોકેટના સીનીયર એડવોકેટ રીતેષ.પી.પંડયા, તેજસ પી.પંડયા, પરેશ.ડી ટીમાણીયા અને રમેશ બી. પંડિત રોકાયેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement