સાયલામાં ખેડૂતના કપાસ અને ભેંસ વેચાણની બે લાખની રોકડ-ઘરેણાંની ચોરી
સાયલા તાલુકાના નોલી ગામે રહેતા અને ખેત મજૂરી કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવતા મનસુખભાઈ સગરામભાઈ ડેરવાળીયા તેમના પત્ની દીકરા અને દીકરી સાથે વાડીએ ખેતી કામ કરતા હતા. આ દરમિયાન નાની દીકરી વંદનાએ મનસુખભાઈને ઘરમાં ચોર આવેલા હોવાની જાણ કરી હતી.
આ બાબતે પરિવારજનો ઘેર આવી તપાસ કરતા થોડા સમય પહેલા ભેંસના અને કપાસ વેચાણની રોકડ રૂૂ. 2,00,000 ગોદડા વચ્ચે રાખેલા હતા તે પણ જોવા મળ્યા ન હતા. વધુ તપાસ કરતા સોના ચાંદીના ઘરેણાંના બોક્ષ રહેલા રૂૂ. 65,000ની કિંમતનો સોનાનો ગળામાં પહેરવાનો હાર તથા રૂૂ. 12,000ની કિંમતની બે જોડી સોનાની બુટી, રૂૂ. 10,000ની કિંમતનું સોનાનું પાંદડુ, રૂૂ. 3,000ની કિંમતના ચાંદીનો જુડો, રૂૂ. 5,100ની ચાંદીની લક્કી , રૂૂ. 7,500નુ ચાંદીની બેડીયું, રૂૂ. 1,000ની ચાંદીની હેરપીનની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે ધજાળા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી અને રૂૂ. 3, 03,600ના મુદ્દામાલની ચોરી થયાનો ગુનો દાખલ કરાયો છે.આ બાબતે નોલી ગામની પ્રાથમિક શાળામાં ધો.7 માં અભ્યાસ કરતી 13 વર્ષની દીકરી વંદનાને પૂછપરછ કરતાં તે સ્કૂલેથી ઘરે જમવા માટે આવેલી અને મકાનના દરવાજાનું તાળુ ખોલીને અંદર જઈ હાથપગ ધોતી હતી. ત્યારે આપણા મકાનના રૂૂમમાં કોઇના બોલવાનો અવાજ આવેલો. જેથી હું રૂૂમ બાજુ જતી હતી ત્યારે રૂૂમમાંથી ત્રણ અજાણ્યા માણસો બહાર આવેલા.
જેઓએ કાળા કલરના કોટ પહેરેલ હતા અને મોઢે રૂૂમાલ બાંધેલ હતા. જેઓ મને જોઈ જતા આપણા મકાનની દીવાલ કૂદીને ભાગી ગયા હતા.