નડિયાદ નજીક 1 કરોડની રોકડ રકમની લૂંટ
સુરેન્દ્રનગર પાસિંગની ઈકો કારમાં આવેલા ચાર શખ્સો ફિલ્મી ઢબે લૂટ ચલાવી ફરાર
રિક્ષા આડે કાર નાખી ધોલધપાટ કરી રોકડ સાથેનો થેલો લૂંટી નાસી ગયા
નડીયાદથી માર્કેટયાર્ડના વેપારીના 1 કરોડની રોકડ લઈને જતા રિક્ષા ચાલકને અમદાવાદ હાઇવે ઉપર ખેડાના ગોબલજ બ્રીજ પાસે ચાર લુંટારૂૂઓ એ આંતરી 1 કરોડની રોકડ ભરેલ થેલો લુંટી સુરેન્દ્રનગર પાસીંગની ઇકો કારમાં ફરાર થઇ જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે લુંટારૂૂઓને પકડવા નાકાબંધી કરાવી છે.તેમજ આ મામલે સુરેન્દ્રનગર તરફ તપાસ કેન્દ્રિત કરી છે.
મળતી વિગતો મુજબ અમદાવાદ સુભાષબ્રીજ કેશવનગર દશામાતાના મંદિર સામે રહેતા અને રિક્ષા ચલાવતા હસમુખભાઇ રાજુભાઈ ડાભી (ઉ.વ.26)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અને અમદાવાનો જોગશે ઉર્ફે મેહુલભાઇ હરીશભાઇ બોડાણા નાનપણના મિત્ર હોય, બે વર્ષ પહેલા આ મિત્રએ તેના નામે હપ્તાથી નવી સી.એન.જી રીક્ષા લઇ દીધી હતી.જે રિક્ષા નંબર જીજે 27-ટીએ- 2845 ફેરવે છે અને મિત્ર જોગશે ઉર્ફે મેહુલભાઇ જાહેરાત બનાવવાનું કામ કરે છે. તેમજ માધુપુરા માર્કેટ યાર્ડમાં અનાજનો જથ્થા બંધ ધંધો કરે છે. ગઈ કાલે તા.20/01/2025 ના સવારના 10 વાગે હસમુખને મિત્ર જોગશે નો ફોન આવ્યો હતો અને ધંધાના રોકડા નાણા નડીયાદના રાહીદભાઇ પાસેથી લાવવાના છે તેવું જણાવેલ. હસમુખ રિક્ષા લઇ નડીયાદ ગયો અને રાહીદભાઇ સૈયદ પાસેથી એકસીસ બેંક માંથી 1 કરોડની રોકડ લઇ તે વિમલના થેલામાં ભરી રીક્ષામાં અમદાવાદ આવવા નીકળેલ. ત્યારે સાથે રીક્ષામાં રાહીદભાઈ તથા તેમના પત્ની પણ આવ્યા હતા.
રાહિદભાઈ સૈયદ તથા તેની પત્ની ખેડા ચોકડી ધોળકા બ્રીજ નીચે ઉતરી ગયેલ ત્યાથી પાંચેક કીલોમીટર આગળ જતાં બેટડીલાટ બ્રીજ ઉપર હસમુખની રીક્ષાની પાછળથી એક સફેદ કલરની સુરેન્દ્રનગર પાસીંગની ઈકો કાર નં. જીજે - 13-સીડી- 2555 આવી હતી અને ઇકો ગાડી માંથી બે માણસો નીચે ઉતરેલા અને બે માણસો અંદર બેઠેલ હતા. આ બંને નીચે ઉતરેલ માણસો મને ગુજરાતી ભાષામાં ગાળો બોલી હસમુખને દારૂૂ પી રીક્ષા ચલાવે છે તેમ કહી હુમલો કરી એક કરોડ રૂૂપિયા ભરેલ થેલો લુંટી પુરઝડપે નારોલ- અમદાવાદ તરફ ભાગી ગયા હતા. બનાવ અંગે પોલીસને જન કરતા નડીયાદ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે સુરેન્દ્રનગર પાસીંગની કારમાં ફરાર થઇ ગયેલા ચારેય લુંટારૂૂને પકડવા તપાસ શરુ કરી છે.