For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં દારૂ-બિયર ભરેલી કાર સાથે 12 લાખનો મુદ્દામાલ કબજે

12:01 PM Apr 18, 2025 IST | Bhumika
ભાવનગરમાં દારૂ બિયર ભરેલી કાર સાથે 12 લાખનો મુદ્દામાલ કબજે

ભાવનગરના નારી ગામ નજીકથી વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકની ધરપકડ કરી પોલીસે રૂૂ.12 લાખ ઉપરાંતની કિંમતનો જથ્થો કબજે કર્યો છે. ત્રાપજના શખ્સે વિદેશી દારૂૂ અને બિયર મંગાવ્યો હોવાનું ખુલતા વરતેજ પોલીસ મથકમાં ત્રણ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ગત ગત રાત્રિના સમયે નારી ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે,વિદેશી દારૂૂ ભરેલી સફેદ કલરની કાર માઢિયા તરફથી ભાવનગર આવી રહી છે.આ બાતમીના આધારે પોલીસે નારી ગામ પાસે આવેલ મોમાઈ હોટલ સામે વોચ ગોઠવી માઢિયા તરફથી આવી રહેલ બાતમી વાળી સફેદ કલરની કિયા સેલ્ટોસ કાર નં.જી.જે.01 કે.ઝેડ. 4557 ને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલક ભાગવા જતા કાર રોડ ડીવાઈડર સાથે અથડાઈ હતી.પોલીસે કારની અંદર તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂૂની નાનીમોટી 1606 બોટલ કિં.રૂૂ.1,91,635/- અને બિયરના ટીન નંગ 48, કિં.રૂૂ.6000/- મળી આવ્યા હતા.

પોલીસે વિદેશી દારૂૂ,બિયરનો જથ્થો તેમજ કાર અને મોબાઈલ મળી કુલ રૂૂ.12,07,634/- ના મુદ્દામાલ સાથે ચાલક હરીશ રામનારાયણ એચરા ( રહે. વીરાવા, તા.ચિતલવાના, જિ.ઝાલોદ રાજસ્થાન ) ની ધરપકડ કરી વિદેશી દારૂૂ અંગે પૂછતા દારૂૂ અને બિયરનો જથ્થો ગોપરામ છોગારામ એચરા ( રહે.વીરાવા,તા.ચિતલવાના, જિ.ઝાલોદ રાજસ્થાન ) એ ભરી આપ્યો હોવાનું અને આ જથ્થો દિવ્યરાજસિંહ ઉર્ફે કડી ગોહિલ ( રહે.ત્રાપજ, તા.તળાજા ) ને આપવાનો હોવાનું જણાવતા ત્રણેય શખ્સ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement