For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગર નજીક કોબડી ટોલ નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

11:52 AM Oct 10, 2025 IST | Bhumika
ભાવનગર નજીક કોબડી ટોલ નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

ભાવનગર તળાજા હાઈવે પર આવેલ કોબડી ટોલનાકા પાસેથી પોલીસે વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે જુના રાજપરા ગામમાં શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ ગ ભાવનગર તળાજા નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે કોબડી ટોલ નાકા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની નાની મોટી 788 બોટલ, કિં. રૂૂ.3,12,360/- ભરેલી મારુતિ સુઝુકી કંપનીની આર્ટિગા કાર નં.જી.જે.05 જે.સી. 2052 ઝડપી લઇ કારચાલક નટુ બાબુભાઈ મકવાણા ( રહે. જુના રાજપરા, તા. તળાજા ) ની ધરપકડ કરી તેની વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement