મોરબીના ઢુવા ગામ પાસેથી 110 બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઈ
કાર સહિત રૂા.3.14 લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સોની ધરપકડ
વાંકાનેરના ઢુવા ઓવરબ્રિજ પાસેથી કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે 1.54 લાખનો દારૂૂ, બે મોબાઈલ અને કાર સહીત 3.14 લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ઢુવા ઓવરબ્રિજ પાસેથી સેન્ટરો કાર જીજે 03 ઈએલ 1875 વાળીમાં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ભરી પસાર થવાની છે જેથી ટીમે વોચ ગોઠવી હતી અને કારને આંતરી લઈને તલાશી લેતા દારૂૂની 110 બોટલ કીમત રૂૂ 1,54,000 નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપી વિપુલ પ્રવીણ ચાવડા રહે અરુણોદયનગર મોરબી 2 અને ગજાનંદ ભરત મહતો રહે બિહાર હાલ મોરબી પાવડીયારી કેનાલ વાળાને ઝડપી લીધા હતાં.
પોલીસે ઈંગ્લીશ દારૂૂની 110 બોટલ કીમત રૂૂ 1,54,000, બે મોબાઈલ કીમત રૂૂ 10,000 અને કાર કીમત રૂૂ 1,50,000 સહીત કુલ રૂૂ 3,14,000 નો મુદામાલ જપ્ત કર્યો છે દારૂૂનો જથ્થો મોકલનાર વિનાભાઈ રહે વીંછીયા વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે.
