For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સેક્સ સ્ટેમીના વધારવાની દવાનું ઓનલાઈન વેંચાણ કરતું કોલ સેન્ટર પકડાયું

04:42 PM Oct 04, 2025 IST | Bhumika
સેક્સ સ્ટેમીના વધારવાની દવાનું ઓનલાઈન વેંચાણ કરતું  કોલ સેન્ટર પકડાયું
oplus_4194304

ભાયાવદરમાં પોલીસનો દરોડો, 11 કોમ્પ્યુટર અને લેપટોપ સાથે જુદા-જુદા પ્રકારની આયુર્વેદિક દવાઓ સહિત રૂૂ.3.96 લાખનો મુદ્દામાલ કબજે

Advertisement

સૂત્રધાર સહિત 9 શખ્સોની ધરપકડ,દરોડામાં તકનો લાભ લઇ એક શખ્સ ફરાર

ભાયાવદરમાથી સેક્સ સ્ટેમીના વધારવાની દવાનું વેંચાણ કરતા કોલ સેન્ટર ઉપર પોલીસે દરોડો પાડી નવ શખ્સોની ધરપકડ કરી તપાસ કરતા આ દવાના સપ્લાયનું મૂળ અમદવાદ હોવાનું ખુલ્યું છે. મેડિકલ ડીગ્રી વિના કર્મચારીઓ પાસે સેક્સ સ્ટેમીના વધારવા ઉપરાંત ડાયાબીટીસ અને વજન ઘટાડવાની દવાનું ઓનલાઈન વેંચાણ કરવામાં આવતું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ દરોડામાં રૂૂ.3.96 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Advertisement

ભાયાવદરમા સરદાર ચોક પાસે આવેલ બાલાજી મેડિકલ સ્ટોર ઉપર ઓફિસમાં દર્શક મનસુખભાઈ માંકડીયા નામનો શખસ ડીગ્રી કે આધાર વગર સેક્સ સ્ટેમિના વધારવાની દવાનું ઓનલાઇન વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.જેમાં ઓફીસ સંચાલક ભયાવદરનો દર્શક મનસુખભાઈ માકડીયા સાથે અમિતગીરી રાજેશગીરી મેઘનાથી(ઉ.વ 24), કશ્યપ સુમનભાઈ મકવાણા (ઉ.વ 22), ઉપલેટા મોજીરાનો દર્શન મનોજભાઈ પરમાર (ઉ.વ 20), તુષાર ભરતભાઈ વારગીયા (ઉ.વ 22), રોહિત રાજેશભાઈ લધા(ઉ.વ 20), લલિત ચંદુભાઈ વેસરા (ઉ.વ 21), સુજલ સંદીપભાઈ વાળા(ઉ.વ 19) અને જયદીપ સંજયભાઈ રાતડીયા (ઉ.વ 24) મળી આવ્યા હતા તમામની ધરપકડ કરી સ્થળ ઉપરથી 11 કોમ્પ્યુટર તેમજ લેપટોપ ઉપરાંત રૂૂ. 68,572 ની જુદા-જુદા પ્રકારની આયુર્વેદિક દવાઓ સહિત કુલ રૂૂપિયા 3,96, 972 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ દરોડા બાદ તપાસમાં કિશન નામના શખ્સનું નામ ખુલ્યું હોય જે દરોડા વખતે ફરાર થઇ ગયો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, દર્શક મનસુખભાઈ માકડિયાએ માસિક રૂૂ.3,000 ના ભાડેથી પિયુષભાઈ જાવિયાની ઓફિસ ભાડે રાખી સેક્સ સ્ટેમીના વધારવાની દવા સહિતની પ્રોડક્ટ ઉપરાંત ડાયાબિટીસ અને વજન ઘટાડવાની દવાનો ઓનલાઈન વેચાણ માટેનું કોલ સેન્ટર ઉભું કર્યું હતું. કોલ સેન્ટરમાં કામ કરવા માટે અલગ અલગ માણસો રાખ્યા હતાં. જેમને તે માસીક 7 હજાર પગારની સાથે એક પ્રોડક્ટ વેંચાણ પર 50 રૂૂપીયા કમીશન પણ આપતો હતો.

પોલીસે લેપટોપમાં તપાસ કરતા 4023 વ્યક્તિઓએ અલગ અલગ પ્રકારની આવી દવા દર્શક માકડિયા પાસે મંગાવ્યાનું લીસ્ટ મળ્યું હતું. તેમજ કશ્યપ સુમનભાઈ મકવાણાની વોટ્સઅપ એપ્લિકેશનમાં એક મેસેજ પોલીસના નજરે ચડ્યો હતો જેમાં દવા મંગાવનારને ઉદેશી કરેલા મેસેજમાં દવાનો ઓર્ડર કેન્સલ કરનારને ધમકી આપવામાં આવતી હોવાનું પણ ખુલ્યું છે. કોલ સેન્ટ ચલાવનાર દર્શન માંકડીયાની પુછતાછ કરતા તે આ દવાઓ અમદાવાદના ચાંગોદરથી લાવતો હોવાની કબુલાત આપી હતી. ત્યારે તે અમદાવાદમાં કોની પાસેથી દવા લાવતો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement