For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેપારીને હનીટ્રેપમાં ફસાવી 1 લાખનો હાર પડાવ્યો

12:16 PM Mar 06, 2025 IST | Bhumika
વેપારીને હનીટ્રેપમાં ફસાવી 1 લાખનો હાર પડાવ્યો

જામનગર માં રણજીતસાગર રોડ પર સંગમ બાગ પાસે રહેતા એક વેપારી ને પ્રેમ પ્રકરણમાં દગો થયો છે, અને એક મહિલાએ તેની સાથે પ્રેમ સંબંધ બાંધી કેટલાક ન્યૂડ ફોટા પાડી લીધા બાદ તે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂૂપિયા 1 લાખનો સોનાનો હાર પડાવી લેવા અંગે તેમજ વેપારી અને તેના પત્ની તેમજ સંતાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીતસાગર રોડ પર સંગમ બાગ પાસે રહેતા અલ્પેશભાઈ ચંદુભાઈ વાળા નામના 38 વર્ષના વેપારી યુવાને પોતાને સાથે પ્રેમ સંબંધ બાંધ્યા બાદ ફોટા પાડી લઈ પોતાની સાથે ચીટીંગ કરવા અંગે અને સમગ્ર પરિવારને પતાવી દેવાની ધમકી આપવા અંગે જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી રે ખાબા પ્રવીણસિંહ ઝાલા, તેમજ પ્રવીણ સિંહ ઝાલા અને મહાવીરસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર અલ્પેશ સાથે આરોપી મહિલાએ પ્રેમ જાળમાં ફસાવી લીધા બાદ તેના ન્યુડ ફોટા પાડી લીધા હતા.જે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અંગે તેમજ અવારનવાર બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરી રૂૂપિયા એક લાખનો સોનાનો હાર પડાવી લેવા અંગે પોલીસમાં જાહેર કરાયું છે.

ઉપરોક્ત મહિલા સહિતના ત્રણેય આરોપીઓ ફરિયાદી વેપારી ના ઘરમાં ઘૂસી આવ્યા હતા, અને 5પરિવારજનોને ધાક ધમકી આપ્યા બાદ ઘરમાં રહેલી ઘરવખરીને તોડફોડ કરીને નુકસાની પહોંચાડી હતી, તેમજ ફરિયાદી યુવાન દલિત જ્ઞાતિ ના હોવાથી તેને સમાજમાં હલકા પાડવા માટે હધૂતડધો કરાયો હતો. આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે મહિલા સહિતના ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement