For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

MPથી સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયનું નેટવર્ક ચલાવનાર સોદાગર ઝડપાયો

05:42 PM Dec 03, 2025 IST | Bhumika
mpથી સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયનું નેટવર્ક ચલાવનાર સોદાગર ઝડપાયો

SOGની ટીમનું મધ્યપ્રદેશના ભીંડ નજીક ગુપ્ત ઓપરેશન, ફાયરિંગ કરનાર પેંડા ગેંગને હથિયાર સપ્લાય કર્યા હતા

Advertisement

મંગળા મેઈન રોડ પર અંધાધૂંધ ફાયરિંગના મામલે જંગલેશ્વરની મરઘા ગેંગ અને પેંડા ગેગ સામે પોલીસ કડક કાયવાહી કરી બન્ને ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તેની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી છે. આ બન્ને ગેંગના આરોપીઓને આશરો આપનાર અને મદદ કરનારની સામે પણ પોલીસે કાર્યવાહી કરી રહી છે.ત્યારે રાજકોટ એસઓજીની ટીમે પેંડા ગેંગના સભ્યોને હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના ભીંડના ઇસુરી ગામના સપ્લાયરને ઝડપી પડ્યો હતો. એસઓજીની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પાડી ઝડપી પડેલા હથિયારના સોદાગરની પુછપરછમાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં હથીયાર સપ્લાયનું મોટું નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે. પકડાયેલ શખ્સ સામે છેલ્લા 8 વર્ષમાં 12 જેટલા ગુન્હા નોંધાયેલા હોવાનું પ્રાથમિક પુછપરછમાં ખુલ્યું છે.

પેંડા ગેંગના જે 17 પાડાઓ સામે ગુજસીટોક હેઠળ કાયર્વાહી કરવામાં આવી હતી અને પેંડા ગેંગના સભ્યોની પુછપરછમાં હથિયાર સપ્લાયમાં મધ્યપ્રદેશના ભીંડના ઇસુરી ગામના સોદાગર રાજેશસિંગ ઉર્ફે રાજુ ગંગાસિંગ રાજાવતે કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. પેંડા ગેંગના જયવીક ઉર્ફે મોન્ટુ દિલીપ રોજાસરા અને રાજુસિંગ રાજકોટ જેલમાં મળ્યા હતા.જેલમાં મુલાકાત બાદ મધ્યપ્રદેશના હથિયારના સપ્લાયર રાજેશ સિંઘ ઉર્ફે રાજુ ગંગાસિંગ રાજાવત જેલ માંથી છુટ્યા બાદ મોન્ટુ રોજાસરા અને હર્ષદીપસિંહ ઉર્ફે મેટીયો સાત્યકીસિંહ ઝાલા બન્ને મધ્યપ્રદેશ ગયા અને તેની પાસેથી તેને ગેરકાયદેસર હથિયાર મેળવ્યાનું ખુલ્યું હોય તેને પકડવા માટે રાજકોટ એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે.ઝાલાની ટીમ રાજકોટથી મધ્યપ્રદેશ પહોચી હતી અને હથિયારના સોદાગર ઉતરપ્રદેશના ભીંડના ઇસુરી ગામના સોદાગરને પકડવા ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું.

Advertisement

અને રાજેશસિંગ ઉર્ફે રાજુ ગંગાસિંગ રાજાવત(32)ની ધરપકડ કરી હતી. રાજુ સામે રાજકોટ ગીર સોમનાથ અને જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં 2018 થી 2025 સુધીમાં હથીયારના 12 ગુના તેમજ મારામારી સહિતના ત્રણ ગુના નોંધાયેલ છે. રાજુની પુછપરછમાં સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયનું મોટું નેટવર્ક ખુલે તેવી શક્યતા છે. રાજુએ અગાઉ નામચીન ભરત કુંગશિયા અને જૂનાગઢના ચોબાર ગામના ફિરોઝ ઉર્ફે લાલો કાસમભાઈ હાલાને હથિયાર સપ્લાય કર્યા હતા. ફિરોઝી ઉર્ફે લાલો વર્ષ 2016માં જૂનાગઢમાં પત્રકાર કિશોર દવે ની હત્યા કરવાના ગુનામાં હાલ જેલ હોય ત્યારે જેલમાં તેની મુલાકાત મધ્યપ્રદેશના હથિયારના સપ્લાયર રાજેશસિંગ ઉર્ફે રાજુ ગંગાસિંગ રાજાવત સાથે થઈ હતી. ત્યારે તેની પાસેથી તેને ગેરકાયદેસર હથિયાર મેળવ્યા હતા. રાજેશ સિંગ હથિયાર સપ્લાયનું મોટું નેટવર્ક ચલાવતો હોય તેની પુછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ભરત બી. બસીયાની સુચનાથી એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા સાથે પીએસઆઈ વી.કે.ઝાલા સાથે હરદેવસિંહ,અનોપસિંહ તેમજ યોગેન્દ્રસિંહે કામગીરી કરી હતી.

મરઘા ગેંગનો વધુ એક સાગ્રીત ઝડપાયો, ચારનો જેલમાંથી કબજો લેવાયો
મંગળા રોડ પર ફાયરીંગ મામલે મરઘા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ આ મામલે 12 સભ્યોની ધરપકડ કરવામાં આવ્યા બાદ મરઘા ગેંગના વધુ એક સભ્ય કોઠારીયા રોડ પર રહેતા ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીડો અલ્તાફભાઈ પરમારને સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે ઝડપી લીધો હતો. જ્યારે મરઘા ગેંગના 4 સભ્યો કે જે જેલમાં હોય તેઓને જેલમાંથી કબજો લેવાયો હતો. સમીર ઉર્ફે મરઘો યાસીન પઠાણ, શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાકભાઈ વેતરણ, સોહિલ ઉર્ફે ભાણો સિકંદર ચાનીયા અને સલમાન નનકેભાઈ રમજાનભાઈ ફકીરનો જેલમાંથી કબજો લઈ આ પાંચેયને રિમાન્ડ માટે રજૂ કરતાં આ પાંચેયના સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ પુછપરછ શરૂ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement